Site icon Revoi.in

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-પશ્ચિમ ક્ષેત્ર, સંઘ શિક્ષા વર્ગ (વિશેષ)નો કર્ણાવતી ખાતે પ્રારંભ

Social Share

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે ઉનાળાના વેકેશનમાં વિદ્યાર્થીઓ અને વ્યવસાયી કાર્યકર્તાઓ માટે સંઘ શિક્ષા વર્ગોનું આયોજન કરવામાં આવે છે. તેના જ ભાગરુપે તા. 17મી મે થી 1 જુન 2024 સુધી સંસ્કધામ, કર્ણાવતી ખાતે 15 દિવસીય સંઘ શિક્ષા વર્ગ (વિશેષ) નો પ્રારંભ થયો છે. (આ વર્ગમાં 40 વર્ષથી 65વર્ષ આયુના સ્વયંસેવકો અપેક્ષિત હોય છે.) શ્રી નરનારાયણ દેવ ગાદી સંસ્થાનના આચાર્ય પ.પૂ. ૧૦૦૮ મહારાજ કૌશ્લેન્દ્ર પ્રસાદજીના વરદ હસ્તે ભારતમાતા સન્મુખ દિપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો હતો.

આ વર્ગમાં 280 શિક્ષાर्थी, 29 શિક્ષક તથા 47 પ્રબંધક 17 મે થી 1 જુન 2024 સુધી પૂર્ણ સમય ઉપસ્થિત રહેશે. આ વર્ગના વર્ગધિકારી તરીકે શ્રી ત્રિકમભાઈ છાંગા, સદભાવ કાર્ય સંયોજક, સૌરાષ્ટ્ર પ્રાંત. વર્ગ કાર્યવાહ તરીકે શ્રી ભીખુભાઈ સુથાર, (ગુજરાત પ્રાંત વ્યવસ્થા પ્રમુખ). વર્ગના મુખ્ય શિક્ષક તરીકે મેહસાણા વિભાગ શારીરિક શિક્ષણ પ્રમુખ શ્રી પ્રવીણસિંહ ગોહિલ પૂર્ણ સમય ઉપસ્થિત રહેવાના છે.

15 દિવસના આ વર્ગમાં પ્રતિદિન સવારે 4.30 થી રાત્રી 10.15 સુધીની દિનચર્યામાં સામુહિક અનુશાસન, ભારતીય સંસ્કૃતિનો પરિચય, હિંદુ સંગઠનની આવશ્યકતા, આપણો ગૌરવશાળી ઇતિહાસ વગેરે જેવા વિષયો વર્ગ દરમિયાન થશે. 15 દિવસ વર્ગમાં મોબાઈલ ફોન, ટીવી, સમાચાર પત્રનો ઉપયોગની અનુમતિ નથી હોતી.

વર્ગમાં વિવિધ પ્રકારના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોની સાથે સેવા, સંપર્ક અને પ્રચાર વિભાગના વિષયોનું પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે.

Exit mobile version