Site icon Revoi.in

અમદાવાદની રથયાત્રા-2021: સીએમ રૂપાણીએ કરી મંદિરમાં આરતી, Dy.CM નીતિન પટેલ પણ રહ્યા ઉપસ્થિત

Social Share

અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથ શહેરની યાત્રાએ નીકળ્યા છે. ત્યારે ભગવાન યાત્રા પર નીકળે તે પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ મંદિરમાં આરતી કરી છે અને તેમની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે.

મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે 144મી જગન્નાથજીની રથ યાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભકિત ભાવપૂર્વક આરતી અને દર્શન કર્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અવસરે જણાવ્યું કે, રથયાત્રા એ ધાર્મિકની સાથે સાથે લોકોત્સવ પણ છે. માત્ર અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર રાજ્ય માટે રથયાત્રા અનેરું મહત્વ ધરાવે છે. ભગવાન જગન્નાથ લોકોનાં દેવ છે અને લોકોને સામે ચાલીને મળવા, દર્શન આપવા અષાઢી બીજે રથમાં બિરાજીને નગર યાત્રાએ નીકળે છે એ આપણી પરંપરા રહી છે. લોકો પણ આ યાત્રામાં સાથે મળીને ભક્તિભાવ પૂર્વક જોડાય છે.

સીએમ રૂપાણીએ મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને રથયાત્રાની વિગતો મેળવી હતી.

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સીએમ રૂપાણીએ તે પણ કહ્યું કે રાજ્ય સરકારે લોકોની આસ્થા શ્રદ્ઘા ધ્યાને રાખીને કોવિડની પરિસ્થિતીના પગલે કોવિડ સંક્રમણ નિયંત્રણના પ્રોટોકોલ અને ગાઈડલાઈન પ્રમાણે આ રથયાત્રા નિયંત્રિત રીતે યોજવા મંજૂરી આપી છે ત્યારે લોકો પણ સહયોગ આપે તે જરૂરી છે.

અમદાવાદની રથયાત્રાના લોકો ઓનલાઈન કરી શકે તે માટેની પણ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તેનો સૌ લાભ લઈ ઘરે બેઠા જ યાત્રા નિહાળે અને ભગવાન ના દર્શન કરે તેવી અપીલ તેમણે કરી હતી.