Site icon Revoi.in

RBIએ વ્યાજ દર 6.5% પર યથાવત રાખ્યો

Social Share

નવી દિલ્હીઃ RBI એ સતત છઠ્ઠી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBIએ વ્યાજ દર 6.5% પર યથાવત રાખ્યો છે. RBIએ CPI એટલે કે મોંઘવારી દરને 4 ટકા પર રાખવાનો આદેશ આપ્યો છે. વર્ષ 2025માં મોંઘવારીનો દર 4.5 ટકા રહેવાની ધારણા છે. વર્ષ 2024 માટે ગ્રોથ રેટનો અંદાજ વધારીને 7.3 ટકા કરવામાં આવ્યો છે..નાણાંકીય નીતિ રજૂ કરતાં RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું, “વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશની અર્થવ્યવસ્થા મજબૂતી બતાવી રહી છે, એક તરફ આર્થિક વિકાસ વધી રહ્યો છે, તો બીજી તરફ ફુગાવો નીચે આવ્યો છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આજે દ્વિમાસિક મૌદ્રિક નીતિની જાહેરાત કરી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે ત્રણ દિવસીય મૌદ્રિક નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણય જાહેર કર્યા છે. ફેબ્રુઆરી 2023માં વ્યાજદર 6.15 ટકાથી 6.50 ટકા કરવામાં આવ્યો હતો. મૌદ્રિક નીતિ સમિતિમાં ભારતીય રિઝર્વ બેન્કના ત્રણ અધિકારી અને ત્રણ બહારના સભ્ય છે. બહારના સભ્યોમાં શશાંક ભિડે, આશિમા ગોયલ અને જયંત આર વર્મા શામેલ છે. ભારતીય રિઝર્વ બેન્કના ત્રણ અધિકારીમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ, કાર્યકાર નિદેશક રાજીવ રંજન અને ડેપ્યુટી ગવર્નર માઈકિલ દેબબ્રત પાત્રા શામેલ છે.