Site icon Revoi.in

ઘરે ‘ઘી’ બનાવતા વખતે નીકળતા વેસ્ટને ફેંકી દેતા પહેલા આ વાંચીલો – ગોળ અને ઘંઉના લોટના મિશ્રણથી બનશે સ્વાદિષ્ટ હેલ્ધી ‘સુખડી’

Social Share

સાહિન મુલતાની-

સામાન્ય રીતે ગૃહિણીઓ ઘરમાં રોજેરોજ દુધ ગરમ કરે છે અને ફ્રીજમાં રાખે છે,ત્યાર બાદ તેમાંથી રોજ મલાઈ ઉતારી લે છે, અને આ મલાઈને એક પાત્રમાં ભેગી કરે છે આજરીતે 15 દિવસથી લઈને 1 મહિના સુધી મલાઈ ભેગી કરીને તેમાંથી ઘી બનાવવાની પ્રક્રિયા કરે છે.

સામાન્ય રીતે જ્યારે મલાઈને છાસ કે દહીં વડે આથીને તેમાંથી માખણ કાઢીએ છીએ અને તે માખણને ગરમ કરીને ઘી ને જુદુ તારવી લઈએ છે, જ્યારે ઘી નીકળી જાય છે ત્યારે તેમાં માવાનું વેસ્ટ બચે છે, મોટા ભાગની સ્ત્રીઓ આ વેસ્ટને ફેંકી દેતી હોય છે ,પરંતુ શું તમે જાણો છો આ માવો ખુબ જ હેલ્ધી હોય છે. અને તેમાંથી સ્વાદિષ્ટ સુખડી પણ બને છે,તો ચાલો જાણીએ કઈ રીતે બનાવી શકાય વેસ્ટમાંથી બેસ્ટ સુખડી.

હેલ્ધી સુખડી બનાવવાની રીત – સૌ પ્રથમ ઘી માંથી જે વેસ્ટ નીકળે છે તેને તમે એક વાસણમાં સાઈડમાં કાઢી લો, હવે એક કઢાઈમાં  જેટલું વેસ્ટ નીકળ્યું છે તેનાથી બે ભાગનો ઘઉંનો લોટ લો, હવે આ લોટને કઢાઈમાં 2 ચમચી ઘી નાખીને ઘીમી આંચે શેકીલો, હવે લોટ શેકાયા બાદ તેને સાઈડમાં એક વાસણમાં કાઢીલો,.

હવે આ જ કઢાઈમાં વેસ્ટના પ્રમાણ જેટલો જ ગોળ લઈને ગરમ કરો, જ્યારે ગોળ ઓગળવા લાગે ત્યારે તેમાં ઘીનું વેસ્ટ અને શેકેલો ઘંઉનો લોટ નાખીને બરાબર મિક્સ કરતા રહો, 5 થી 7 મિનિટ મિક્સ કરીને ગેસ બંધ કરી લેવો, હવે તેને એક મોટી ડીશમાં સુખડીની જેમ સેટ કરીને એક સરખા પીસ પાડીલો, આ સુખડી પર કાજુ બદામ પીસ્તાની કતરણ સેટ કરી શકો છો. આ તદ્દન સરળ અને સહેલી રીત છે જેનાથી ઘીમાંથી નીકળતું વેસ્ટનો સારો યૂઝ થશે અને તે ખાવામાં હેલ્ધી છે.