Site icon Revoi.in

શરણાર્થીઓ વિરોધ નિવેદન કરનાર કેજરિવાલની મુશ્કેલી વધી, CM હાઉસ બહાર દેખાવો

Social Share

નવી દિલ્હીઃ CAAને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલના નિવેદનના પગલે ભારતમાં આસરો લેનારા શરણાર્થીઓમાં રોષ ફેલાયો છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે, સીએએથી કાયદો-વ્યવસ્થા ભાગી પડશે અને તે પછી ચોરી, લૂંટ અને દૂષ્કર્મ સહિતના ગંભીર બનાવોમાં વધારો થશે. સીએમ કેજરિવારના આ નિવેદનને પગલે તેમના નિવાસસ્થાન બહાર મોટી સંખ્યામાં શરણાર્થીઓ ઉમટી પડ્યાં હતા. તેમજ તેમની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપાએ પણ અરવિંદ કેજરીવાલ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

સીએમ કેજરિવાલના નિવાસસ્થાન બહાર દેખાવો કરનારા શરણાર્થીઓએ જણાવ્યું હતું કે, કેજરિવાલે જે પણ કહ્યું છે તે તદન ખોટુ છે, તેમણે ખોટા શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે. શરણાર્થીઓ મામલે નિવેદન કરનારા કેજરિવાલ ઉપર ભાજપાએ પણ આકરા પ્રહાર કર્યાં છે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કેજરિવાલ માત્ર વોટબેંકની રાજનીતિ કરી રહ્યાં છે. તેમણે શરણાર્થીઓની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિ જાણવી જોઈએ.

અમિત શાહે જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી ધૈર્ય ખોઈ બેઠા છે, તેમને ખબર નથી કે તમામ લોકો પહેલાથી જ ભારતમાં આવીને રહી રહ્યાં છે. જો તેમને ચિંતા હોય તો બાંગ્લાદેશી ઘુસણખોરીની વાત કરે. રોહિંગ્યાઓનો વિરોધ કેમ કરતા નથી, તેઓ માત્ર વોટબેંકની રાજનીતિ કરી રહ્યાં છે. સીએએ લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય ઉપર પ્રદેશ ભાજપાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થી ભારતીય આપણા પોતાના છે અને રહેશે. દિલ્હીના મુખ્યમંત્રીએ ભારતીય મુસ્લિમોને ડરાવવા ના જોઈએ.