Site icon Revoi.in

‘સ્વતંત્રતા આંદોલનમાં સંઘ સ્થાપકની ભૂમિકા’ વિષય પર સેમિનારનું આયોજન

Social Share

અમદાવાદ: દેશમાં ગઇકાલે 75માં સ્વાતંત્ર્ય દિવસના પર્વની સમગ્ર દેશમાં ઉલ્લાસભેર અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. દર વર્ષે સ્વાતંત્ર્ય દિવસના પર્વ પર અંગ્રેજો વિરુદ્વ વિદ્રોહ કરનારા ગરમ દળના ક્રાંતિકારીઓ તેમજ અન્ય ચળવળકર્તાઓને યાદ કરવામાં આવે છે. જો કે સમય-સમય પર એ સવાલ હંમેશા ઉપસ્થિત રહે છે કે આ સ્વતંત્રતા સંગ્રામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શું યોગદાન રહ્યું છે?

છેલ્લા ઘણા સમયથી સંઘ દેશના સ્વતંત્રતા આંદોલનમાં તેના યોગદાનની ભૂમિકાને લઇને અનેક સવાલોનું સામનો કરી રહ્યું છે. જો કે કોંગ્રેસની જેમ જ RSSનું પણ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. જો કે દુર્ભાગ્યપૂર્ણ રીતે તેની સાથે જોડાયેલો ઇતિહાસ માત્ર એક પરિવારને ધ્યાનમાં રાખીને એકતરફી લખવામાં આવ્યો છે. એટલે જ સંઘના યોગદાનની જાણકારી લોકો સુધી પહોંચી નથી.

સંઘે પોતાના નામ પર કશુ જ કર્યું નથી. પોતાના નામ અને સંસ્થાના નામથી પરે થઇને રાષ્ટ્રહિતમાં આઝાદીથી જોડાયેલા કોંગ્રેસના દરેક આંદોલનોમાં સંઘના સ્વયંસેવકોએ ભાગ લીધો છે. ખુદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર પણ રાષ્ટ્રહિત અને ભારતની સ્વતંત્રતા કાજે બે વર્ષ જેલવાસ ભોગવી ચૂક્યા છે.

સ્વતંત્રતા માટેના સત્યાગ્રહમાં સંઘના 16 હજાર સ્વયંસેવકો જેલમાં હતા. વર્ષ 1942ની ચળવળમાં પણ સંઘની સક્રિય ભૂમિકા રહેલી છે. ડૉ. હેડગેવાર શરૂઆતમાં કોંગ્રેસથી જોડાયા અને ત્યારબાદ ગાંધીજીની આગેવાનીમાં ચાલી રહેલા વર્ષ 1921ના અસહકાર આંદોલનમાં ભાગ લીધો અને જેલવાસ પણ ભોગવ્યો. વર્ષ 1922માં તેઓ જેલમુક્ત થયા અને ત્યારબાદ વર્ષ 1925માં દશેરાના પવિત્ર પર્વ પર તેઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી.

સ્વતંત્રતા આંદોલનમાં સંઘ અને સંઘ સ્થાપકની ભૂમિકાને લઇને એક ઑનલાઇન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત પ્રાંત દ્વારા આ લાઇવ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી 18 ઑગસ્ટ એટલે કે, બુધવારના રોજ વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત પ્રાંત દ્વારા ‘સ્વતંત્રતા આંદોલનમાં સંઘ સ્થાપકની ભૂમિકા: 19 ઑગસ્ટ એક સ્વર્ણિમ પૃષ્ઠ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે રાત્રે 8.30 કલાકે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકારિણી સદસ્ય (પશ્વિમ ક્ષેત્ર) યશવંતભાઇ ચૌધરી ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમને લાઇવ નિહાળવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

અહીંયા ક્લિક કરો – https://www.youtube.com/user/vskguj