Site icon Revoi.in

વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન અને NIMCJ દ્વારા રસીકરણ સંદર્ભે યોજાશે જનજાગૃતિના કાર્યક્રમો

Social Share

અમદાવાદ: કોરોના મહામારીના આ વિકટ સંજોગોમાં એક સકારાત્મક સમાચારથી આશાઓના કિરણ જોવા મળ્યા છે. આગામી 1લી મેથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં 18 થી 44ની ઉંમરના યુવાનોને રસીકરણની પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે. આ જ સમય દરમિયાન વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન તેમજ NIMCJ દ્વારા કેટલાક જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

આ જનજાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે NIMCJના વિદ્યાર્થીઓ રસીકરણ ઝુંબેશ અંતર્ગત પોસ્ટર, વોટ્સઅપ ક્રિએટિવ, શોર્ટ ફિલ્મ મેકિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ આગામી કેટલાક મહિનાઓમાં કરવામાં આવશે. આ ઉપરાંત રસીકરણ સંદર્ભે મીડિયાના વિદ્યાર્થીઓ માટે એક વેબીનારનું પણ આયોજન કરાશે. જેમાં નિષ્ણાતો દ્વારા ચર્ચા કરવામાં આવશે.

આ ઝુંબેશ અંતર્ગત NIMCJ સંસ્થાના સહયોગી બ્લો હોર્ન (Blow horn) દ્વારા તૈયાર કરાયેલા પોસ્ટર પણ વિવિધ માધ્યમો દ્વારા શેર કરવામાં આવશે. મહત્વનું છે કે, આ રસીકરણ ઝુંબેશ સંભવત: વિશ્વની સૌથી મોટી આરોગ્ય ઝુંબેશ હશે. ચાલો સૌ તેને વધાવી લઇએ અને તેમાં ભાગ લઇને સુરક્ષિત થઇને અને અન્યોને પણ સુરક્ષિત કરીએ.

(સંકેત)