Site icon Revoi.in

ભારતીય વિચાર મંચ દ્વારા “भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય પર વિચાર ગોષ્ઠીનું આયોજન

Social Share

અમદાવાદ: ભારતીય વિચાર મંચના અમદાવાદ કેન્દ્ર દ્વારા “भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય ઉપર ગુજરાત યુનિવર્સિટીના ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટના કોન્ફરન્સ હોલમાં વિચાર ગોષ્ઠીનું પ્રત્યક્ષ અને ઑનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય વિચાર મંચના અમદાવાદ કેન્દ્ર દ્વારા “भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય ઉપર આયોજીત વિચાર ગોષ્ઠીમાં ઇન્ડ્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇંડિક સ્ટડીઝના ડિરેક્ટર ડૉ. રામ શર્માના વક્તવ્યની પ્રત્યક્ષ અને યૂટ્યૂબ ઉપર ઑનલાઇન વિચાર ગોષ્ઠી યોજાઇ હતી. જેમાં તેઓએ વિષયના સંદર્ભમાં ગહન, સારગર્ભિત, વિસ્તૃત અને વિગતવાર જાણકારી આપી હતી.

આ વિચાર ગોષ્ઠીમાં 40 થી વધુ લોકો પ્રત્યક્ષ સહભાગી થયા હતા જ્યારે યૂટ્યૂબના માધ્યમથી ઑનલાઇન 700 થી વધુ પ્રબુદ્વ શ્રોતાજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિચાર મંચના કાર્યકર્તાઓ ઉપરાંત અન્ય વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતી રહી હતી.

કાર્યક્રમમાં વક્તવ્યના અંતે ચર્ચા દરમિયાન સહભાગી થયેલા શ્રોતા તેમજ પ્રબુદ્વજનોએ પ્રસ્તુત વિષય પર પોતાના પ્રશ્નો/વિચારો/અભિપ્રાયો પણ પ્રગટ કર્યા હતા.

આ કાર્યક્રમનું સંચાલન મંચના અમદાવાદ કેન્દ્રના સહમંત્રી અને યુવા આયામના પ્રમુખ જવનિલ દ્વિવેદીએ કર્યું હતું. અમદાવાદના સહમંત્રી દિનેશ પટેલે મંચ પર વેચાણાર્થે મૂકેલા ઉત્કૃષ્ટ સાહિત્યની વ્યવસ્થા કરી હતી. ચા-પાણીની વ્યવસ્થા અમદાવાદના સહમંત્રી અને વાચક ગોષ્ઠિ આયામના પ્રમુખ શ્રી ભરતભાઈ ગોહિલે સંભાળી હતી, મંચ અને હોલની વ્યવસ્થા અમદાવાદની યુવા ટીમના કાર્યકર્તાઓએ સંભાળી હતી.

સંપૂર્ણ કાર્યક્રમ અહીંયા નિહાળો –

“भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય પર કાર્યક્રમ

અમદાવાદ ટીમના વરિષ્ઠ કાર્યકર્તા પ્રસન્ન ગાંધીએ અહેવાલ લેખનનું કાર્ય જ્યારે હિતાંશ જૈને કાર્યક્રમના ફોટા, વિડીયોગ્રાફી અને યૂટ્યૂબ પર લાઇવ પ્રસારણનું કાર્ય હાથ ધર્યું હતું.