Site icon Revoi.in

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, 18 પ્લાટુને મુખ્યમંત્રીને સલામી આપી

Social Share

નવી દિલ્હી: આજે સમગ્ર દેશ ભારતના 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથ ખાતે કરાઇ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજવંદન કર્યું હતું.

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથ ખાતે કરવામાં આવી હતી. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું હતું. પરંતુ કોવિડના કારણે સાંસ્કૃતિક કાર્યક્રો રદ કરવામાં આવ્યા છે. માત્ર 42 મિનિટમાં કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો.

આ વખતે કોવિડના રોગચાળાને કારણે અને કેસ વધતા ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો નથી રાખવામાં આવ્યા. માત્ર સુરક્ષા દળની 18 પ્લાટુન્સ પરેડ કરી હતી. કોવિડના પ્રોટોકોલ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે ઉપરાંત પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર 2022ના વિજેતા અન્વી ઝાંઝરુકિયા અને કરુણા અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા અને વ્યક્તિનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આપને જણાવી દઇએ કે, સોમનાથ ખાતે યોજાયેલ રાજયકક્ષાના 73માં પ્રજાસત્તાક પર્વમાં 18 પ્લાટુને  મુખ્યમંત્રીને સલામી આપી હતી. જ્યારે સુરક્ષા વિભાગની વિવિધ પાંખો દ્વારા 18 પ્લાટુન બનાવીને ભવ્ય પરેડનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 600 નાગરિકોની ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું,  જેમાં નેવીના કમાન્ડો, સમગ્ર રાજ્યભરની વિવિધ જિલ્લાની પોલીસ પ્લાટુન, મહિલા પોલીસ પ્લાટુન, શ્વાન દળ, અશ્વદળ, એન.એસ.એસ યુનિટ, તેમજ વિવિધ સુરક્ષાદળો જોડાયા હતાં.