Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2021: ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલે બિનહરીફ જાહેર થયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી

Social Share

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગતિવિધિઓનો ધમધમાટ તેજ થયો છે. અમદાવાદ સહિત 6 શહેરી વિસ્તારોમાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ થઇ ચૂક્યો છે.

સ્થાનિક સ્વરાજ્ય 2021ની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની અધ્યક્ષ સી.આર.પાટીલે મહાનગરપાલિકા, નગરપાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારો પર પ્રજાએ વિશ્વાસ અને પ્રેમ જીતીને ચૂંટણીઓમાં બિનહરીફ જાહેર થયા છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી, સૌ વિજયી ઉમેદવારો અને તેમના મત વિસ્તારની સ્વર્ણિમ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી છે.

ભારતીય જનતા પાર્ટીની અધ્યક્ષ સી.આર.પાટીલે શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, ” સ્થાનિક સ્વરાજ થકી સુરાજ્ય એ મહાત્મા ગાંધીજીના સૂત્રને આપ સૌ સાકાર કરી રહ્યા છો તે બદલ આપ સૌને ખૂબ ખૂબ અનુમોદના તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કાયમ સમરસ ગ્રામ પંચાયત- ગ્રામ સભાના આગ્રહી રહ્યા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સૌ બિનહરીફ થયેલા ઉમેદવારો ‘ગ્રામ સ્વરાજ્ય  થકી  સ્થાનિક સુરાજ્યની’ સ્થાપનામાં આપ સૌ પૂરા મનોયોગથી આગળ વધો”

(સંકેત)