Site icon Revoi.in

ગુજરાત બજેટ સત્રના છેલ્લા 2 દિવસમાં લવ જેહાદ સહિત 8 વિધેયકો રજૂ કરાશે

Social Share

અમદાવાદ: હાલ ગુજરાતના વિધાનસભા ગૃહમાં મળી રહેલા બજેટ સત્રમાં હવે છેલ્લા 2 દિવસો બાકી રહ્યા છે. બે દિવસની બેઠકમાં કુલ 12 વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાંથી 31મી માર્ચના રોજ 8 વિધેયકો તથા 4 વિધેયકો 1લી એપ્રિલના રોજ યોજાશે. જેમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક તેમજ ગુજરાત અશાંત વિસ્તારોમાંથી સ્થાવર મિલકતની તબદિલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંથી જગ્યામાં ભાડુઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત પર પણ ચર્ચા વિચારણા હાથ ધરાશે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના પ્રમુખ પદે કામકાજ સલાહકાર સમિતિની 1 બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તા. 31 માર્ચ તથા 1લી એપ્રિલના રોજ સભાગૃહની બે બેઠકો રાખવી તથા પ્રશ્નોત્તરીની બીજી બેઠકમાં હાથ ધરવાની ભલામણ કરાઇ હતી.

31મીના રોજ સભાગૃહની બંને બેઠકોમાં આઠ વિધેયકો ગૃહમાં રજૂ કરાશે 

1. ગુજરાત વિનિયોગ વિધેયક
2. ગુજરાત વિનિયોગ ( વધારાના ખર્ચ ) વિધેયક
3. ગુજરાત રાજય વ્યવસાય , વેપાર , ધંધા અને રોજગાર વેરા ( સુધારા ) વિધેયક 4. ફોજદારી કાયદા ( ગુજરાત સુધારા ) વિધેયક
5. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ( સુધારા ) વિધેયક
7. ગુજરાત વ્યાવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ ( પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ ) બાબત ( સુધારા ) વિધેયક
8 . ગુજરાત પંચાયત સુધારા ) વિધેયક ચર્ચા માટે હાથ પર લેવાશે

(સંકેત)