Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાને લઇને લીધો આ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે રાહત

Social Share

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે ત્યારે તેની સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રમાં જોવા મળી રહી છે. આ વચ્ચે કોરોના સંક્રમણને લઇને વિદ્યાર્થીઓને કોઇ તકલીફ ન પડે તેમજ પરીક્ષા પણ યોજાતી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે ઑનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવતા વિદ્યાર્થીઓ હવે ઑફલાઇનને બદલે ઓનલાઇન પરીક્ષા આપી શકશે.

MCQ ફોર્મેટમાં રહેશે ઑનલાઇન પરીક્ષા

ઑનલાઇન પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે MCQ ફોર્મેટ રહેશે. વિદ્યાર્થીઓએ 15 ડિસેમ્બર સુધી વિકલ્પ પસંદગી કરવાની રહેશે. ઑફલાઇન પરીક્ષા માટે કોઇ વિકલ્પ પસંદ કરવાનો રહેશે નહીં. ઑફલાઇન પરીક્ષા આપવા માટે શરતો મુજબની જરૂરી સુવિધા હોવી ફરજીયાત છે. એકવાર વિકલ્પ પસંદ કર્યા બાદ વિદ્યાર્થી તેને બદલી નહીં શકે.

આપને જણાવી દઇએ કે એક સપ્તાહ અગાઉ કોરોનાની મહામારીને કારણે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં GTU બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તારીખ 8થી 17 ડિસેમ્બર સુધી યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ રીતે 10 ડિસેમ્બરથી શરૂ થનારી GTUની પરીક્ષા પાછળ ઠેલાઇ હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને GTUએ પરીક્ષાનો કાર્યક્રમ રદ કર્યો હતો. ત્યારે હવે પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે તેવું જણાવાયું હતું.

(સંકેત)