Site icon Revoi.in

હવે સી પ્લેનનું મેઇન્ટેનન્સ રિવરફ્રન્ટ ખાતે આવેલા સી-પોર્ટ પર જ થશે

Social Share

અમદાવાદ: કેવડિયાને અમદાવાદથી જોડતું સી પ્લેન પ્રોજેક્ટ અત્યંત મહત્વનો પ્રોજેક્ટ છે અને તેને લગતી સુવિધા પણ તેટલી જ હોવી જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને સી પ્લેન પ્રોજેક્ટ દ્વારા સી પ્લેન સ્થળ સી-પોર્ટ પર જ પ્લેનનું મેઇન્ટેનન્સ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને લઇને સી પ્લેન સ્થળ પાસે જ મેઇન્ટેનન્સ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. જેથી સી પ્લેન જેટી પાસેથી સી પ્લેન મેઇન્ટેનન્સ પ્લેટફોર્મ પર લાવી મેઇન્ટેનન્સ કરી શકાય. સાથે જ સી પ્લેન સાબરમતી નદીમાંથી મેઇન્ટેનન્સ પ્લેટફોર્મ પર લાવી શકાય તે પ્રકારની ડિઝાઇન સાથે મેઇન્ટેનન્સ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે.

મેઇન્ટેનન્સ પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો અંદાજે 40 ફૂટ લાંબુ અને 6 ફૂટ કરતા પહોળું મેઇન્ટેનન્સ પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સી પ્લેનની દેખભાળ માટે માલદીવ મોકલવામાં આવતું હતું. મેઇન્ટેનન્સ દરમિયાન થતી ઇંધણની ખપત થતી હતી. તે ખપત ઓછી કરવા તેમજ મુસાફરોને ઝડપી સુવિધા મળી રહે તે માટે સી પ્લેન સ્થળ પર જ મેઇન્ટેનન્સી વ્યવસ્થા ઉભી કરાઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મેઇન્ટેનન્સ માટે એક ટીમ સ્થળ પર રહેશે. અત્યાર સુધી લગભગ ત્રણ વાર સી પ્લેન મેઇન્ટેનન્સ માટે માલદીવ મોકલવામાં આવ્યું છે. જેના કારણે લોકોને સી પ્લેન સુવિધા મળવામાં હાલાકી સર્જાઇ હતી. ત્યારે આવી હાલાકી દૂર કરવા અને મુસાફરોને ઝડપી  સુવિધા મળી રહે તે માટે આ નિર્ણય કરીને મેઇન્ટેનન્સ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે.

(સંકેત)