Site icon Revoi.in

દેશમાં એક મહિનામાં ESI યોજના હેઠળ 11,000 નવી સંસ્થાઓની નોંધણી

Social Share

નવી દિલ્હીઃ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા બહાર પાડવામાં આવેલા કામચલાઉ પગારપત્રકના ડેટા અનુસાર, ફેબ્રુઆરી, 2023માં કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI યોજના)માં 16.03 લાખ નવા કર્મચારીઓ ઉમેરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, ફેબ્રુઆરી 2023 માં, કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ 11,000 નવી સંસ્થાઓ નોંધવામાં આવી છે, જે તેના કર્મચારીઓને સામાજિક સુરક્ષા કવચ સુનિશ્ચિત કરે છે.

નવા રજિસ્ટ્રેશનમાં 25 વર્ષ સુધીની વય જૂથના કર્મચારીઓની સંખ્યા વધુ છે, કારણ કે મહિનામાં ઉમેરાયેલા કુલ કર્મચારીઓમાંથી 46 ટકા એટલે કે 7.42 લાખ કર્મચારીઓ આ વય જૂથના છે. આ દર્શાવે છે કે, દેશના યુવાનોને દેશમાં રોજગારીની સારી તકો મળી રહી છે.

ફેબ્રુઆરી 2023 માટે પેરોલ ડેટાનું જાતિ-વાર વિશ્લેષણના સંકેત મળે છે કે, કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ 3.12 લાખ મહિલા કર્મચારીઓને આવરી લેવામાં આવી છે. ડેટા દર્શાવે છે કે ફેબ્રુઆરી, 2023 માં, કુલ 49 ટ્રાન્સજેન્ડર કર્મચારીઓએ ESI યોજના હેઠળ નોંધણી કરાવી છે. આ દર્શાવે છે કે ESI તેનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વિવિધ રાજ્યોમાં ઔદ્યોગિક વિકાસ થયો છે, અનેર નવા એકમો કાર્યરત થયાં છે. જે હેઠળ મોટી સંખ્યામાં યુવાનોને રોજગારી મળી રહી છે. યુવાનોને રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર પગલા ભરી રહી છે. તેમજ આરોગ્યને લઈને પણ કામગીરી કરવામાં આવી રહી છે.