Site icon Revoi.in

મસ્જિદની દિવાલ પર જય શ્રીરામ લખવાથી સર્જાયો તણાવ, પોલીસે કહ્યું- 24 કલાકમાં અપરાધીને પકડી લઈશું

Social Share

બીડ: એક અજ્ઞાત વ્યક્તિએ મહારાષ્ટ્રના બીડ જિલ્લાની મોટી મસ્જિદની દિવાલ પર ધાર્મિક સૂત્ર લખ્યું. તેનાથી વિસ્તારમાં કોમવાદી તણાવ પેદા થઈ ગયો છે. પોલીસે સોમવારે આ ઘટનાના સંદર્ભે મામલો નોંધ્યો છે. જણાવવામાં આવે છે કે અજ્ઞાત વ્યક્તિએ મસ્જિદની દિવાલ પર જય શ્રીરામ લખ્યું.

આ સૂત્ર મોડી સાંજે મજલગાંવમાં મરકજી મસ્જિદની દિવાલ પર લખલું હતું. તેના પછી સ્થાનિક મુસ્લિમ સમુદાયે તેનો વિરોધ કરીને દેખાવ કર્યો હતો. તો મસ્જિદ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને તેમણે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

માજલગાંવના એસડીપીઓ ધીરજ કુમારે કહ્યુ છે કે સાંજે લગભગ 5 વાગ્યે કેટલાક અસામાજીક તત્વોએ મસ્જિદની દિવાલ પર જય શ્રીરામ લખ્યું. અમે કલમ-295 હેઠલ જાણીજોઈને કોઈ પૂજસ્થળને નષ્ટ કરવા અથવા અપવિત્ર કરવા માટે કરવામાં આવેલા કૃત્ય હેઠળ એફઆઈઆર કરી છે. અમે અપરાધીની શોધ કરી રહ્યા છીએ અને જલ્દીથી તેની ધરપકડ કરી લઈશું.

પોલીસ અધિકારીએ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરતા કહ્યુ છે કે બદમાશ આરોપીને 24 કલાકની અંદર એરેસ્ટ કરવામાં આવશે અને લોકોને ન્યાય અપાવવામાં આવશે. ધીરજ કુમારે કહ્યુ છે કે એક બદમાશ વ્યક્તિએ મરકજ મસ્જિદની દિવાલ પર શ્રીરામ લક્યું હતું. ઘટનાની એફઆઈઆર કરી લેવામાં આવી છે.