Site icon Revoi.in

ધો-12 સામાન્ય પ્રવાહ રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેરઃ 27.83 ટકા વિદ્યાર્થીઓ થયા ઉતીર્ણ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે ધો-10 અને ધો-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષી લઈ શકાઈ ન હતી. આ વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવામાં આવ્યું હતું. જો કે, કોરોનાના કેસમાં ઘટાડો થતા ધો-10 અને 12ના રિપીટર્સની પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ મોટી સંખ્યમાં રિપીટર્સ વિદ્યાર્થીઓએ પરીક્ષા આવી હતી. દરમિયાન આજે ધો-12 સામાન્ય પ્રવાહનું 27.83 ટકા પરિણામ જાહેર થયું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ધો-12 સામાન્ય પ્રવારની પરીક્ષામાં 1,14,193 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયાં હતા. આ પરીક્ષા જુલાઈના અંતમાં લેવામાં આવી હતી. દરમિયાન આજે બોર્ડ દ્વારા ધો-12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 113 વિદ્યાર્થીઓએ 20 ટકા પાર્સિંગ માર્કસનો લાભ મળ્યો હતો. લગભગ 31875 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉતીર્ણ થયાં હતા. જેમાં 19032 કુમાર અને 12564 વિદ્યાર્થીઓની ઉતીર્ણ થઈ હતી. આ ઉપરાંત ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 305માંથી 264 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં માત્ર 95 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ધો-12 વિજ્ઞાનપ્રવાહના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 15 ટકા એટલે કે 4649 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયાં હતા.

મહત્વનું છે કે, ચાલુ વર્ષે ધો-10 અને ધો-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હોવાથી 100 ટકા જેટલુ પરિણામ આવ્યું હતું. હવે વિવિધ સ્કૂલોમાં ધો-11 અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં એન્જીનીયરિંગ સહિતના અભ્યાસ ક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કોરોનાના કેસમાં ઘટાડો થવા હવો ધો-9થી 12 વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઓફસાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જ્યારે ધો-6થી 8ના વર્ગો શરૂ કરવા અંગે પણ ટૂંક સમયમાં જ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.