Site icon Revoi.in

રાજધાનીથી લઈને યુપી સુધી દેશના ઘણા શહેરોમાં CNGના ભાવમાં વધારો

Social Share

દિલ્હી:વાહનના ઈંધણ પર મોંઘવારીની અસરને કારણે ગાડી ચલાવી મોંધી થઈ ગઈ છે.રાષ્ટ્રીય રાજધાનીથી લઈને યુપી સુધી દેશના ઘણા શહેરોમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં વધારો થયો છે. દિલ્હી-એનસીઆરમાં CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે. વધેલી કિંમતો આજે  21મી મે 2022ના રોજ સવારે 6 વાગ્યાથી અમલમાં આવી છે.

હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં CNGની કિંમત 75.61 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.  છેલ્લા 6 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો થયો છે.આ પહેલા 15 મેના રોજ દિલ્હીમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદની વાત કરીએ તો અહીં CNG ગેસની છૂટક કિંમત 78.17 રૂપિયા પ્રતિ કિલો છે. તે જ સમયે, મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં CNG ગેસની કિંમત 82.84 રૂપિયા પ્રતિ કિલો છે.જ્યારે ગુરુગ્રામમાં સીએનજીનો દર હવે 83.94 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.