1. Home
  2. ગુજરાતી
  3. રાજધાનીથી લઈને યુપી સુધી દેશના ઘણા શહેરોમાં CNGના ભાવમાં વધારો
રાજધાનીથી લઈને યુપી સુધી દેશના ઘણા શહેરોમાં CNGના ભાવમાં વધારો

રાજધાનીથી લઈને યુપી સુધી દેશના ઘણા શહેરોમાં CNGના ભાવમાં વધારો

0
Social Share
  • ગાડી ચલાવી થઈ મોંધી
  • ફરી એકવાર વધ્યા CNGના ભાવ
  • દિલ્હીમાં 2 રૂ.નો વધારો

દિલ્હી:વાહનના ઈંધણ પર મોંઘવારીની અસરને કારણે ગાડી ચલાવી મોંધી થઈ ગઈ છે.રાષ્ટ્રીય રાજધાનીથી લઈને યુપી સુધી દેશના ઘણા શહેરોમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં વધારો થયો છે. દિલ્હી-એનસીઆરમાં CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે. વધેલી કિંમતો આજે  21મી મે 2022ના રોજ સવારે 6 વાગ્યાથી અમલમાં આવી છે.

હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં CNGની કિંમત 75.61 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.  છેલ્લા 6 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો થયો છે.આ પહેલા 15 મેના રોજ દિલ્હીમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદની વાત કરીએ તો અહીં CNG ગેસની છૂટક કિંમત 78.17 રૂપિયા પ્રતિ કિલો છે. તે જ સમયે, મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં CNG ગેસની કિંમત 82.84 રૂપિયા પ્રતિ કિલો છે.જ્યારે ગુરુગ્રામમાં સીએનજીનો દર હવે 83.94 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code