Site icon Revoi.in

રાતના સમયે પણ હીટ સ્ટ્રોકનો ખતરો, અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો…

Social Share

હાર્વર્ડના એક રિસર્ચ મુજબ ટેમ્પરેચરમાં વધારાને કારણે સ્ટ્રોકના કારણે મોત થવાની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ઉચ્ચ આવક ધરાવતા દેશો કરતાં ઓછી આવક ધરાવતા દેશોમાં આ જોખમ વધારે છે.

રિસર્ચ માં વાત સામે આવી છે કે 25 દેશોમાં લાખો લોકો સ્ટ્રોકના કારણે મોત થયા છે. યુરોપિયન રિસર્ચ મુજબ રાત્રે ગરમીને કારણે વૃદ્ધ લોકો અને મહિલાઓમાં સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

ઇસ્કેમિક સ્ટ્રોકથી આશરે 3.4 મિલિયન મોત અને હેમરેજિક સ્ટ્રોકથી 2.4 મિલિયન મેતનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ઇસ્કેમિક સ્ટ્રોક મગજમાં બ્લડ સર્ક્યુલેશનને ખલેલ પહોંચાડે છે. વધારે ઠંડી અથવા વધારે ગરમીના સંપર્કમાં આવવાથી ઇસ્કેમિક સ્ટ્રોકનો ખતરો ઘણો વધી જાય છે.

યુરોપિયન દેશોમાં રાત્રે ગરમીને કારણે સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. 15 વર્ષમાં અંદાજે 11 હજાર સ્ટ્રોક પર ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો.

સંશોધકોએ એ પણ દર્શાવ્યું હતું કે 2006-2012ના સમયગાળાની સરખામણીમાં 2013-2020ના સમયગાળામાં રાત્રે ઊંચા તાપમાન સાથે સંકળાયેલા સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે વધ્યું હતું.

સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે 2006 થી 2012 સુધી, ગરમ રાત્રિએ અભ્યાસ વિસ્તારમાં દર વર્ષે સ્ટ્રોકની ઘટનાઓમાં વધારો કર્યો હતો. જ્યારે 2013 થી 2020 સુધી દર વર્ષે 33 વધારાના કેસ નોંધાયા હતા.

Exit mobile version