Site icon Revoi.in

રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા): ચાર વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ કરીને પાંચમાં વર્ષમાં પ્રવેશ

Social Share

અમદાવાદઃ સ્ટાર્ટઅપ ટ્રીમ મીડિયા પ્રા.લી.ના ડીજીટલ પ્લેટફોર્મ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ને આજે તા. 25મી જાન્યુઆરીએ સફળતા પૂર્વક ચાર વર્ષ પૂર્ણ કર્યાં છે અને પાંચમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) ગુજરાત, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં સકારાત્મ, વિકાસશીલ અને રાષ્ટ્રવાદી અભિગમ સાથે દર મહિને 10 લાખ યુનિક યુઝર્સ અને બે મિલિયન પેજ વ્યૂહની સિદ્ધિ હાંસલ કરી છે.

રિવોઈની આ ખુશીના અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ, ભાજપના સિનિયર નેતા ગોરધન ઝડફિયા, ધારાસભ્ય પૂર્ણેશ મોદી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર (કોર્પોરેટ એફેર્સ) અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી સહિતના રાજકીય આગેવાન તથા ગુજરાત ચોમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ પ્રથિક પટવારી સહિતના મહાનુભાવો સહભાગી થયાં છે. રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર અમૃતભાઈ આલ તથા સમગ્ર રિવોઈ પરિવાર આપ તમામનો સહ્રદયથી આભાર માને છે.

Exit mobile version