Site icon Revoi.in

ખેડબ્રહ્માના રાધીવાડ પાસે કાર અથડાઈને સળગી ઉઠી : એક જ પરિવારના 7 લોકો ઘાયલ 

Social Share

ખેડબ્રહ્મા : આજે બપોરના સુમારે ખેડબ્રહ્માનો વણીક પરિવાર અંબાજી માતાજીના દશઁન કરી કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે ખેડબ્રહ્માથી પાંચ કિમીના અંતરે બાજુમાં ગરનાળાની પાળી સાથે અચાનક અથડાતાં કાર તુરંત સળગી ઉઠી હતી અને તમામ ઘાયલ થયા હતા. પણ આજુબાજુથી સ્થાનિક લોકો દોડી આવીને કારમાં સવાર તમામને બહાર કાઢ્યા હતા.

મળતી માહીતી મુજબ ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેશન રોડ પર કરીયાણાની દુકાન ધરાવતો પરિવાર આજે પોતાની કાર લઈને અંબાજી દશઁન કરીને બપોરના ટાઈમે ખેડબ્રહ્મા પરત ફરી રહ્યા હતા. ત્યારે રાધીવાડ ગામ નજીક સીએનજી પંપ સામે ગરનાળાની પાળી સાથે કાર અચાનક અથડાઈ હતી અને પાળી કુદીને કાર સાઈડમાં ફેકાઈ જતાં જ કાર સળગી ઉઠતાં આજુબાજુના લોકો દોડી આવીને કારમાં સવાર સાતેય ને બહાર કાઢી લીધા હતા. ત્યારબાદ કારે તેનુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં 7 સભ્યોનો બચાવ થતાં લોકોએ ભગવાનનો આભાર માન્યો હતો.

કારમાં સવાર સાતેય ઘાયલોને ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા તમામ ને નાની મોટી ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ઈડરની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

1.શાહ ખુશ્બુ ગોતમભાઈ (28)

2.શાહ અનિતાબેન સુરેશભાઈ (55)

3.કોઠારી નરેશભાઈ સંપતલાલ (38)

4.કોઠારી સોનલબેન નરેશભાઈ (35)

5.શાહ ચિરાગ પ્રકાશભાઈ (28)

6.શાહ ચમકી નરેશભાઈ (11)

7.શાહ જીયાન નરેશભાઈ (7) (તમામ રહે. ખેડબ્રહ્મા)