Site icon Revoi.in

વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવા માટે માર્ગ સલામતી મહિનાનું આયોજન

Social Share

દિલ્હીઃ ભારતમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને લોકોમાં ટ્રાફિકના નિયમોના જાગૃત કરવા માટે સરકાર દ્વારા માર્ગ સલામતી મહિનાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં તા. 18મી જાન્યુઆરીથી 17મી ફેબ્રુઆરી સુધી માર્ગ અકસ્માતનાં કારણો અને અકસ્માતો અટકાવવાનાં પગલાં બતાવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સોમવારે માર્ગ સલામતી મહિના નું ઉદઘાટન કરશે.

મંત્રાલયના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ સામાન્ય લોકો, ખાસ કરીને યુવાનોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાના હેતુથી કરવામાં આવી રહ્યો છે. માર્ગ સલામતી મહીના દરમિયાન શાળાઓ અને કોલેજો તેમજ ડ્રાઇવરો અને રસ્તાનો ઉપયોગ કરતા સામાન્ય લોકો સાથે મળીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. તે માર્ગ અકસ્માતનાં કારણો અને અકસ્માતો અટકાવવાનાં પગલાં બતાવશે. આ પ્રવૃત્તિઓમાં બેનરો, વોકથોન, સૂચનાત્મક સૂચકાંકો અને પબ્લિસિટી બુકલેટ પ્રદર્શિત કરવામાં આવશે.

માર્ગ સલામતી મહિના દરમિયાન યોજાયેલા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો, પરિવહન, પોલીસ, જાહેર બાંધકામ, આરોગ્ય, શિક્ષણ, મ્યુનિસિપલ સંસ્થાઓ તેમ જ વાહન ઉત્પાદકો અને વિક્રેતાઓ, પરિવહન સંસ્થાઓ, ચિકિત્સકો, પીએસયુ, વ્યવસાયિક સંગઠનો અને વિવિધ સ્વયંસેવક સંસ્થાઓ ભાગ લેશે.