Site icon Revoi.in

લોકસભા ચૂંટણી નહીં લડવાની ઈચ્છા દર્શાવનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો હાલ પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયાં હતા. હવે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા નેતાઓમાં હવે વધુ એક નેતાનો ઉમેરો થયો છે. લોકસભાની અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ઉમેદવારી પાછી લીધા બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર કેટલાક ગંભીર આરોપા લગાવ્યા છે. અગાઉ 18મી માર્ચે લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ત્યારે તેમના રાજીનામાને લઈને અટકળોએ જોર પકડ્યું છે. જો કે, હવે આ અટકળનો અંત આણ્યો છે. રોહન ગુપ્તાના પિતાએ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજુનામું આપ્યું હતું. તેમજ પિતાના આરોગ્યના કારણોસર રાજકુમાર ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો.

રોહન ગુપ્તાએ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લકિાર્જુન ખડગેને રાજીનામાને લઈને પત્ર લખીને તેમના પાર્ટીના વરિષ્ઠ નેતા પર આક્ષેપો કર્યા છે. આ પત્રમાં તેમણે લખ્યું કે, મને જણાવતા ઘણુ દુ:ખ થાય છે કે,છેલ્લા બે વર્ષથી કોમ્યુનિકેશ ડિપાર્ટમેન્ટના સીનિયર લીડર દ્વારા સતત મારા પર ચારિત્ર્ય અંગેના આક્ષેપ કરવામાં આવતા હતા. (જે અંગેની જાણ મેં પાર્ટીના મોટા નેતાઓને કરી હતી) આ સાથે મારા અંગત કારણસર મેં રાજીનામાનો નિર્ણય લીધો છે. જો કે, રોહન ગુપ્તાના રાજીનામાં બાદ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, ‘મેં પાર્ટીને 13 વર્ષ આપ્યા છે. જેમા મેં મારી જવાબદારીઓ પ્રમાણિકતાથી નિભાવી છે.’

Exit mobile version