Site icon Revoi.in

રોહિત શર્મા T-20 ક્રિકેટમાં 10 હજાર રન બનાવનાર બીજો ભારતીય ખેલાડી

Social Share

મુંબઈ: રોહિત શર્મા ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટમાં દસ હજાર રન બનાવનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આની પહેલાં વિરાટ કોહલીએ ટ્વેન્ટી – ટ્વેન્ટી ક્રિકેટમાં દસ હજાર રન બનાવ્યા હતાં. ભારતીય ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહીત શર્માએ ગઈકાલે પૂનામાં પંજાબ કિંગ્સની સામે આઈપીએલ મેચમાં આ ઉપલબ્ધથી હાંસલ કરી.

વિશ્વમાં ટેવન્ટી-ટવેન્ટી ક્રિકેટમાં દસ હજાર રન બનાવનાર રોહિત શર્માસાતમો ખેલાડી છે. વેસ્ટઈન્ડિઝના ક્રિસ ગેઈલ ચૌદ હજાર 562 રન બનાવીને ટોચ પર છે. અગિયાર હજાર 698 રન બનાવીને પાકિસ્તાનના શોએબ મલિક બીજા સ્થાન પર છે. વેસ્ટઈન્ડિઝન કેરોન પોલાર્ડ  ત્રીજા અને ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ ચોથા સ્થાને છે. વિરાટ કોહલી પાંચમા સ્થાને છે અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર છઠ્ઠા સ્થાને છે.

Exit mobile version