Site icon Revoi.in

જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી, રોપ-પે સુવિધા થોડા સમય માટે બંધ

Social Share

જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા મહત્વની પગલા લેવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે તંત્ર દ્વારા આગામી પગલા લેવામાં આવ્યા છે. જાણકારી અનુસાર 28મી જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાશે, જેની અસરને પગલે ગુજરાતને સારો વરસાદ મળવાની સંભાવના છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમર્જન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રખાયો છે. ત્યારે ગિરનાર પર્વત પર ભારે પવન હોવાથી ગિરનાર રોપવે સ્થગિત કરાયો છે.પ્રવાસીઓની સલામતીઑને જોતાં આ રોપવે બંધ કરવામાં આવ્યો છે..

જોકે, આ અંગે રોપવે સતાધિશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.. વરસાદી માહોલ વચ્ચે ગિરનાર પર્વત પર વાદળો છવાયા છે અને પવનની તેજ ગતિ વધી છે. આ પહેલા પણ રોપવે બંધ કરવામાં આવ્યો હતો. વારંવાર રોપવે બંધ થવાથી પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે..

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ બનેલું છે. કેટલીક જગ્યાઓ પર ધોધમાર વરસાદ પણ પડ્યો છે. રાજ્યના તમામ શહેરના પ્રશાસન પણ વરસાદને પગલે કોઈ નુક્સાન ન થાય તેના માટે જરૂરી પગલા ભરી રહી છે. લોકોએ પણ આ બાબતે પોતાને સલામત કેવી રીતે રાખવા તેના પર ધ્યાન આપવું જોઈએ