Site icon Revoi.in

RTIનો ઉદેશ પ્રજાના હાથમાં લોકશાહી સોંપવાનોઃ ઓમ બિરલા

Social Share

નવી દિલ્હીઃ માહિતી અધિકાર કાયદાનો મુખ્ય ધ્યેય ખરા અર્થમાં નાગરિકોનું સશક્તિકરણ, પારદર્શિતા લાવવા, સિસ્ટમને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા અને દેશવાસીઓના હાથમાં લોકશાહી સોંપવાનો છે. તેમ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ​​જણાવ્યું હતું. વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા આયોજિત “આઝાદી કા અમૃત મહોત્સવ: RTE દ્વારા નાગરિક-કેન્દ્રિત શાસન” વિષય પર વાર્ષિક કોન્ફરન્સ  બોલતા હતા. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, આરટીઆઈનો ઉપયોગ વિકસિત અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતના નિર્માણમાં મદદ મળશે.

વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા આયોજિત “આઝાદી કા અમૃત મહોત્સવઃ નાગરિક-કેન્દ્રિત શાસન” વિષય પર વાર્ષિક પરિષદને સંબોધતા ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસન પોતાના હાથમાં લીધુ હતું. તેમણે કહ્યું કે, છેલ્લાં આઠ વર્ષ દરમિયાન, દરેક નિર્ણય કાળજી સાથે લેવામાં આવ્યો હતો જે માહિતી આયોગની સ્વતંત્રતા અને સંસાધનોને મજબૂત બનાવવાનો હતો. ડો.જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, સશક્ત નાગરિકો લોકશાહીનો મહત્વનો આધારસ્તંભ છે અને કેન્દ્રીય માહિતી આયોગ માહિતી દ્વારા લોકોને સશક્ત બનાવવાનું કામ કરતું રહેશે.

ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, માહિતીનો અધિકાર કાયદો એ એકલો કાયદો નથી, પરંતુ તે ભારતીય લોકશાહીને મજબૂત કરવા, શાસનમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને સામાન્ય નાગરિકોની ક્ષમતાના નિર્માણનો ભાગ છે. તેમણે કહ્યું કે સૌથી મહત્વની બાબત એ છે કે આ દ્વારા નાગરિકો અને સરકાર વચ્ચે વિશ્વાસ પેદા થાય છે – બંનેને એકબીજામાં વિશ્વાસ હોવો જોઈએ.

ડો.જિતેન્દ્ર સિંહે કહ્યું કે મોદી સરકારના શાસનમાં જ 24 કલાક પોર્ટલ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા દેશ-વિદેશમાં ગમે ત્યારે ગમે ત્યાંથી RTI અરજીના ઈ-ફાઈલિંગ માટે શરૂ કરવામાં આવી હતી. આધુનિક ટેકનોલોજીને કારણે અનેક પેન્ડીંગ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.

ડો. જીતેન્દ્ર સિંહે કહ્યું કે આના પરિણામે, કેન્દ્રીય માહિતી આયોગ 2020-21માં 38116 પેન્ડિંગ કેસોને 2021-22માં 23405 સુધી લાવવામાં સફળ રહ્યું છે.