Site icon Revoi.in

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધની વચ્ચે ભારતને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી

Social Share

દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથેના તેમના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા પર દેશને સંબોધિત કરી રહ્યા છે.રાજધાની મોસ્કોમાં ગોસ્ટિવની ડ્વોર હોલમાં પોતાના ભાષણ દરમિયાન પુતિને કહ્યું કે નાઝી ધમકીઓ સામે સતત લડી રહેલું રશિયા યુક્રેનમાં ‘સ્પેશિયલ ઓપરેશન’ ચલાવી રહ્યું છે.પુતિને તેમના ભાષણમાં ભારતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રશિયા ભારત સાથે તેના સહયોગ અને વેપારમાં વધારો કરવાનું ચાલુ રાખશે.

તેમણે એશિયામાં ભારત, ચીન વગેરે જેવા દેશો સાથે વેપારને પ્રોત્સાહન આપવા માટે ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ કોરિડોર (INSTC) ના વિસ્તરણની પણ જાહેરાત કરી હતી.રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયા વિદેશી આર્થિક સંબંધોને વિસ્તારશે અને નવા લોજિસ્ટિક કોરિડોર બનાવશે.

તેમણે કહ્યું કે તેઓ ભારત, ઈરાન, ચીન, પાકિસ્તાન જેવા દેશો સાથે આર્થિક સંબંધો વધારવા માટે ઉત્તર-દક્ષિણ કોરિડોરનો વિકાસ કરશે.ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર ભાર મૂકતાં પુતિને કહ્યું, ‘અમે ભારત, ઈરાન, પાકિસ્તાન સાથે સહયોગ વધારવાની આશા રાખીએ છીએ.અમે ભારત સાથેના અમારા વેપારને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર-દક્ષિણ કોરિડોર (INSTC)નું નિર્માણ કરવાનું ચાલુ રાખીશું.

તેમની યોજના વિશે વાત કરતા પુતિને વધુમાં કહ્યું કે, ‘રેલવેનું આધુનિકીકરણ અને ઉત્તરીય શિપિંગ રૂટમાં સુધારો પણ અમારી યોજનાનો એક ભાગ છે.અમે બ્લેક અને એઝોવ સી રૂટના બંદરો, ઉત્તર-દક્ષિણ કોરિડોરનો વિકાસ કરીશું અને ઉત્તરીય સમુદ્ર માર્ગની ક્ષમતાઓમાં વધારો કરીશું.આનાથી ચીન, ભારત, ઈરાન અને અન્ય મિત્ર દેશો સાથે સહયોગ વિસ્તરશે અને ગાઢ બનશે.