Site icon Revoi.in

12 વર્ષની સગીરાએ પ્રેમ સંબંધ બાંધવાનો ઈન્કાર કરતા મુસ્લિમ યુવાને કર્યો હુમલો, ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવી ઘટના બનતા બચી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દ્વારકામાં લવજેહાદની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 12 વર્ષની હિન્દુ સગીરાને એક મુસ્લિમ યુવાન પજવણી કરીને સંબંધ બાંધવા દબાણ કરીને ધમકી આપતો આપતો હતો. દરમિયાન યુવાને સરાજાહેર સગીરા ઉપર હુમલો કર્યો હતો. અંતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે યુવાનની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજી તરફ હિન્દુ સંગઠનોએ આરોપી સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકાના ખંભાળિયામાં અહેમદ બુખારી નામનો યુવાન છેલ્લા કેટલાક સમયથી 12 વર્ષની સગીરાનો પીછો કરતો હતો. તેમજ પ્રેમ સંબંધ રાખવા માટે ધમકી આપતો હતો. જો કે, સગીરા તેના તાબે થઈ ન હતી. દરમિયાન સગીરા બજારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અહેમદ બુખારીએ તેની ઉપર હુમલો કર્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. હુમલો કરીને આરોપી પલાયન થઈ ગયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત સગીરાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી.

આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. સગીરાના પરિવારજનોએ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોસ્કો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ એક યુવાને યુવતીની તેના પરિવારજનોની નજર સામે જ તિક્ષણ હથિયારના ધા મારીને હત્યા કરી હતી. દરમિયાન આજે ખંભાળિયામાં જ આવી જ ઘટના બનતા લોકોમાં સુરતની ગ્રીષ્મા વેકરિયા ઘટનાની યાદ તાજી થઈ હતી. 12 ફેબ્રુઆરી 2022ના રોજ ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની એકતરફી પ્રેમના મામલામાં ફેનિલ નામના યુવકે જાહેરમાં ગળું રહેંસીને હત્યા કરી નાખી હતી.