Site icon Revoi.in

સલમાન ખાનની ‘રાધે’ થિયેટર અને ઓટીટી પ્લેટફોર્મ પર એક જ દિવસે થશે રિલીઝ, જાણો તેની રિલીઝ ડેટ

Social Share

મુંબઈઃ સલમાન ખાનની ફિલ્મ રાધે માટે ચાહકો ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. આ પહેલા સલમાને ખુદ ઘોષણા કરી હતી કે, ફિલ્મ થિયેટર પર રિલીઝ થશે.પરંતુ તે પછી કહેવામાં આવ્યું કે કોવિડના વધતા જતા કેસોને કારણે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે. હવે ફિલ્મને લઇને નવું અપડેટ સામે આવ્યું છે

પ્રભુ દેવા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને સિનેમાઘરોની સાથે ઓટીટી પ્લેટફોર્મ પર એક જ દિવસે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 13 મેના રોજ રિલીઝ થશે. જ્યાં સરકાર દ્વારા જારી કરવામાં આવેલ કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવશે.

હાલમાં જ બોલિવૂડ અભિનેતા સલમાન ખાને તેની ફિલ્મ રાધેનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું હતું.આ ફિલ્મમાં સલમાન ખાન, દિશા પટણી, જેકી શ્રોફ અને રણદીપ હૂડા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ નું નિર્માણ સલમાન ખાન, સોહેલ ખાન ફિલ્મ્સ, રીલ લાઇફ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે.