Site icon Revoi.in

સમાજવાદી પાર્ટી યૂપીમાં 60 કે તેથી વધુ બેઠકો પર જીત મેળવશેઃ શિવપાલ યાદવ

Social Share

લોકસભા ચૂંટણીના બે તબક્કા માટે મતદાન થયું. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે તમામ પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે મોટો દાવો કર્યો છે. શિવપાલ યાદવે કહ્યું કે સપા ઉત્તર પ્રદેશમાં ઓછામાં ઓછી 60 સીટો જીતવા જઈ રહી છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે આ સંખ્યા વધી શકે છે.

શિવપાલ યાદવે યુપીમાં મોટી જીતનો દાવો કર્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે યુપીમાં મહાગઠબંધન કેટલી બેઠકો જીતશે તો તેમણે કહ્યું, અમે 80 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છીએ,.અમારો પ્રયાસ 80માંથી 80 જીતવાનો છે. પરંતુ સમાજવાદી પાર્ટી 60 બેઠકો જીતવા જઇ રહી છે, આંકડો તેનાથી વધી પણ શકે છે

બસપાના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે

આ દરમિયાન જ્યારે સપા નેતાને બહુજન સમાજ પાર્ટીના મુસ્લિમ ઉમેદવારો વિશે પૂછવામાં આવ્યું કે, તેમના પ્રવેશથી સપાને કેટલું નુકસાન થશે, તો શિવપાલ યાદવે કહ્યું કે મુસ્લિમ મતો એક તરફ છે. “બદાયૂને જ જુઓ, બસપાના તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. જનતા આ સારી રીતે સમજે છે.”

શિવપાલ યાદવનો આ દાવો એવા સમયે મહત્વનો બની જાય છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ યુપીની તમામ એંસી બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ભાજપ આ માટે ઘણા સમયથી તૈયારી કરી રહ્યું છે. દરેક સીટ પર જે ઉમેદવાર જીતશે તેના પર દાવ લગાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં સપા ભાજપના મિશનને ખતમ કરી શકશે કે કેમ તે જોવું રહ્યું.

બદાયુમાં શિવપાલ યાદવના પુત્ર છે સપાના ઉમેદવાર

શિવપાલ યાદવ આ દિવસોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે પહેલા તેમને બદાયું સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ બાદમાં તેમની ઈચ્છા મુજબ તેમના પુત્ર આદિત્યને ટિકિટ આપવામાં આવી હતી. બદાયું સીટ માટે ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થવાનું છે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.

 

Exit mobile version