Site icon Revoi.in

સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ દ્વારા NEP 2020 અંતર્ગત વર્કશોપ યોજાયો

Samarpan Arts and Commerce College organized a workshop under NEP 2020

Samarpan Arts and Commerce College organized a workshop under NEP 2020

Social Share

ગાંધીનગર, 22 જૂન, 2026 – સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ દ્વારા તાજેતરમાં NEP 2020 અંતર્ગત વર્કશોપ યોજાયો હતો. ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ઇન્ટર્નલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ દ્વારા આગામી શૈક્ષણિક સત્ર દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત વિવિધ વિદ્યાશાખામાં અનુસ્નાતક અને સ્નાતક કક્ષાએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સૂચવેલી માર્ગદર્શિકા અનુસાર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી સત્ર: ૨૦૨૬ – ૨૭થી અમલમાં આવનાર બદલાવો સંદર્ભે આ વર્કશોપનું આયોજન થયું.

Samarpan Arts and Commerce College organized a workshop under NEP 2020

બી.એ. / બી.કોમ. / બી.એસસી ઓનર્સ, રિસર્ચ અને ઓન ધ જોબ ટ્રેનિંગ માળખા અને અભ્યાસક્રમ સંદર્ભે ગાંધીનગર જિલ્લામાં આવેલી કોલેજૉના આચાર્ય, કોઓર્ડિનેટર અને અધ્યાપકો માટે એક દિવસીય ફેકલ્ટી ઓરિએન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું.

આ પણ વાંચોઃ વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા REVOI સહિત પત્રકારોની દેવર્ષિ નારદ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું

કાર્યક્રમની શરૂઆત સંસ્થાની પરંપરા મુજબ પ્રકૃતિ પૂજન દ્વારા કરવામાં આવ્યું, સંસ્થાના આચાર્ય અને ગુજરાત યુનિવર્સિટી વાણિજય વિદ્યાશાખાના ડીન ડૉ. આશિષ જનકરાય દવે દ્વારા ઉપસ્થિત સર્વેના શાબ્દિક સ્વાગત સાથે વર્તમાનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં દરેક એકમના અસ્તિત્વનો આધાર નોલેજ પાર્ટનરશીપ પર રહેલ છે, સમાજની જરૂરિયાત મુજબ સતત પરિવર્તનો માટે તૈયાર રહેવું પડશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યંત્ર પ્રજ્ઞા છે જ્યારે વર્ગખંડમાં અધ્યાપક ચૈતન્ય પ્રજ્ઞા છે.

આ બંનેના સમન્વય દ્વારા જ શિક્ષણ ને સફળ બનાવી શકાય છે, ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રસિંહજી વાઘેલાના શુભેચ્છા સંદેશનું પઠન ડૉ. ઋચા બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું.

તેઓએ જણાવ્યું કે શિક્ષણની સફળતાનો આધાર અધ્યાપકોની નિષ્ઠા, જાગ્રતા અને ચેતના પર રહેલો છે. આપ સૌની ઉપસ્થિતિ જોતા લાગે છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આગામી પ્રોગ્રામો વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ સફળ થશે. આપ સૌ ખુબજ ટૂંકા સમયમાં અમારા નિમંત્રણને માન આપી આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે ખૂબ જ પ્રશંસનીય વાત છે.

સમર્પણ એજયુકેશન એન્ડ રિસર્ચ કેમ્પસ આવા શિક્ષણ ઉત્થાનના કાર્ય માટે આપ સૌ માટે તત્પર છે. ગાંધીનગર જિલ્લાની કુલ ૧૧ કોલેજોના આચાર્ય તેમજ અધ્યાપકો મળી કુલ ૫૧ પ્રતિભાગીઓએ લાભ લીધો હતો, મુખ્ય માર્ગદર્શક / વક્તા ગુજરાત યુનિવર્સિટી બિઝનેસ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટના હેડ અને પ્રોફેસર ડો. ગુરુદત્ત જપ્પી ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ સત્રમાં ઓનર્સ, રિસર્ચ અને ઓન ધ જોબ ટ્રેનિંગ સંદર્ભે નિયમ, સ્ટ્રકચર, અભ્યાસક્રમ અને વિધાર્થીમાં જાગૃતિ લાવવા કરવાના થતા પ્રયાસો પર પ્રેઝન્ટેશન દ્વારા સમજ પૂરી પાડવામાં આવી, બીજા સત્રમાં મૂંઝવણ, સમસ્યા અને જીજ્ઞાષા સમાધાનનું સત્રમાં ઉપસ્થિત આચાર્યો અને અધ્યાપકોના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું. કાર્યક્રમના સંચાલનની જવાબદારી પ્રો. વૈભવ કોઠારી અને આભાર વિધિની જવાબદારી કોલેજના ઉપાચાર્ય ડૉ. હેમંત વૈષ્ણવ દ્વારા સાંભળવામાં આવેલ હતી.

Exit mobile version