Site icon Revoi.in

શનિની ઉલ્ટી ચાલથી આ રાશિના જાતકોને થશે ફાયદો, પાર પડશે અટકેલા કામ

Social Share

જ્યોતિષ મુજબ શનિ ગ્રહ ન્યાય આપવાનું કામ કરે છે. તે માણસોના કર્મ આધારે ફળ આપે છે. શનિની ચાલની અસર દરેક વ્યક્તિ પર પડે છે. અત્યારે શનિ કુંભ રાશિમાં છે પરંતુ 30 જૂનના રોજ તેની ચાલ વક્રી કરશે એટલે કે ઊંધી ચાલ ચાલશે. શનિ 139 દિવસ સુધી વક્રી ચાલ ચાલશે અને 15મી નવેમ્બર ફરી હાલના મુજબ થઈ જશે. શનિની ઉલ્ટી ચાલથી કેટલાક જાતકોને નુકશાન થઇ શકે છે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમને આ ઉલ્ટી ચાલથી ફાયદો થશે. આવો જાણીએ તે રાશિ વિશે જેને ખૂબ લાભ થવાનો છે.

મેષ
જ્યોતિષ અનુસાર શનિની ઊંધી ચાલથી મેષ રાશિના જાતકોને ફાયદો થશે. જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારો પગાર વધી શકે છે અને પ્રમોશન પણ મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. તમને સારા પરિણામ મળશે. આ દરમિયાન તમને ધનનો લાભ થશે. તમે ક્યાંય પણ પૈસા રોકશો તો તમને ફાયદો થશે. તમારા સંતાનને તેનું લક્ષ્ય મળી શકે છે.

મકર
શનિની ઊંધી ચાલથી મકર રાશિના જાતકોને આર્થિક લાભ થવાનો છે. તમારી પૈસાથી જોડાયેલી તમામ સમસ્યા દૂર થશે. વધારાનો ખર્ચો પણ ઓછો થશે. જો તમે આ દરમિયાન પૈસાનું રોકાણ કરો છો તો તમને સારું રિટર્ન મળશે. જો પેહલાથી જ રોકાણ કરીને રાખ્યું છે તો તેમાં પણ લાભ મળી શકે છે. તમે આ દરમિયાન ઘર, કાર કે બીજી કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો. પરિવારમાં ચાલતી મુશ્કેલી ખતમ થઈ શકે છે. માતા પિતાથી સહયોગ મળશે જેથી તમે લક્ષ પ્રાપ્તિમાં સફળ થઈ શકશો.

કુંભ
કુંભ રાશિના લોકોને આ દરમિયાન ધન સંપત્તિની પ્રાપ્તિ થશે. જીવનની મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. ભાગ્ય સાથ આપશે.પરિવાર સાથે યાત્રા કરી શકો છો. કામ માટે બહાર જવાનું થઇ શકે છે. અધ્યાત્મમાં મન લાગી શકે છે. લાંબા સમય સુધી ચાલી આવી રહેલી બીમારી મટી શકે છે. જો તમે ભાગીદારીમાં વ્યાપાર કરો છો તો તેમાં પણ લાભ થઈ શકે છે.

 

 

Exit mobile version