Site icon Revoi.in

એન્ટાર્કટિકામાં થતી હલનચલનને લઈને વૈજ્ઞાનિકો ચિંતામાં,જાણો શું થયું?

Social Share

હાલમાં એન્ટાર્કટિકામાં જે સ્થિતિ બની રહી છે તેને લઈને વિશ્વના વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાય છે. સ્થિતિ એવી છે કે એન્ટાર્કટિકામાં આ વખતે રેકોર્ડ બ્રેક બરફ પીગળ્યો છે. જો કે દર વર્ષે ત્યા બરફ પીગળે છે પણ આ વર્ષે જે પ્રમાણમાં બરફ પીગળ્યો છે તે ચિંતાનો વિષય છે. આ વખતે જે પ્રમાણે બરફ પીગળ્યો છે તે 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

નેશનલ સ્નો એન્ડ આઈસ ડેટા સેન્ટરના જણાવ્યા મુજબ વર્ષ 2022 કરતા આ વર્ષે બરફની માત્રા 1.6 મિલિયન કિલોમીટર ઓછો છે. આ ક્ષેત્રફળની વાત કરવામાં આવે તો આ સમગ્ર દક્ષિણ અમેરિકા કરતા પણ મોટો વિસ્તાર છે. આ પ્રકારની ઘટનાથી ધીમે ધીમે દરિયામાં જળસ્તર વધી રહ્યું છે જેના કારણે ભવિષ્યમાં અનેક શહેરો તથા દેશ પાણીની ઝપેટમાં આવી શકે છે. આ બધી ઘટના થવા પાછળનું કારણે ગ્લોબલ વોર્મિગ છે તેવુ વૈજ્ઞાનિકો કહી રહ્યા છે.

આ ઉપરાંત વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ પ્રકારની ઘટનાઓ લાખો વર્ષમાં ક્યારેક જ જોવા મળે છે. આ ઘટનાને સામાન્ય સમજવી જોઈએ નહી, પણ હાલમાં મોટો વિષય એ છે કે આ ઘટના થવા પાછળનું કારણ જાણવું પણ અત્યંત જરૂરી બની ગયું છે.

ઉલ્લેખનીય છે કે એન્ટાર્કટિકામાં બરફ પીગળવો તેની પાછળ અનેક કારણો જવાબદાર છે, હાલમાં સમગ્ર દેશ આ બાબતે એક થઈને કામ કરવા માટે આગળ વધી રહ્યા છે, પણ આ બાબતે સકારાત્મક પરિણામ ક્યારે આવશે તેના વિશે તો કોઈને ખબર નથી.