Site icon Revoi.in

પશ્વિમ બંગાળ અને આસામમાં આજે બીજા તબક્કાનું મતદાન – પીએમ મોદીએ ટ્વિટ કરીને વધુ મતદાન કરવાની અપીલ કરી

Social Share

દિલ્હી – પશ્ચિમ બંગાળ અને આસામમાં આજથી બીજા તબક્કાના મતદાનની શરુાત થઈ ચૂકી છે,. બંગાળની 30 અને આસામની 39 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન થઈ રહ્યું છે. ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોની જનતાને રેકોર્ડ મતદાન કરવા માટેની અપીલ કરી છે.

વિધાનસભાની ચૂંટણી મામલે પીએમ મોદીએ ટિ્‌વટ કર્યું હતું અને લખ્યું છે કે, જેઓ મત આપવાને યોગ્ય છે તેમણે પોતાનો મત જરુર આપવો જોઇએ. તેમણે કહ્યું કે, આસામના લોકો તેમના મતદાન કેન્દ્રોમાં જઈને પોતાના મતઅધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વને મજબૂત બનાવો જોઈએ.

તે સાથે જ બંગાળની જનતાને પમ પીએમ મોદીએ મતદાન કરવા માટે અપીલ કરી છે, તેમણ ટ્વિટ કર્યું છે કે, મે તમામ મતદાન કરવાને પાત્ર લોકોને અપીલ કરું છું કેતેઓ પોત પોતાના કેન્દ્પ પર જઈને મતદાન અવશ્ય કરે.

ઉલ્લેખનીય છે કે બંગાળની 30 વિધાનસભા બેઠકો પર 171 અને આસામની 39 બેઠકો પર 345 ઉમેદવારો પોતાનું નસીબ આજમાવી રહ્યા છે. તમામ લોકોની નજર બંગાળની હાઈપ્રોફાઈલ બેઠક નંદિગ્રામ પર સ્થિત જોવા મળી રહી છે. જ્યાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારીઓ સામસામે જોવા મળે છે. ચૂંટણીને લઇને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીનું પરિણામ 2જી મે ના રોજજાહેર કરવામાં આવશે.

સાહિન-