Site icon Revoi.in

જ્યારે સંકટ આવે ત્યારે જે બચાવે તે ભગવાન,જુઓ આ રહ્યું તેનું ઉદાહરણ

Social Share

પાકિસ્તાનમાં ભલે હિન્દુઓ સાથે અત્યાચાર અને બળજબરી થતી હોય, પણ ઉદાર હ્યદયના હિન્દુઓએ અત્યારે જે કર્યું છે તેની પાકિસ્તાન તથા તમામ લોકોએ નોંધ લેવી જોઈએ. આપણને સૌને ખબર છે કે પાકિસ્તાનમાં પુરના કારણે લાખો ઘર નાશ થઈ ગયા છે અને લોકો પાસે હવે રહેવા માટેની પણ જગ્યા નથી આવામાં હિન્દુઓ પોતાના મંદિરોમાં મુસ્લિમ લોકોને રહેવા માટે જગ્યા આપી રહ્યા છે.

બ્લૂચિસ્તાનના એક નાનકડા ગામમાં આવેલા હિન્દુ મંદિરે પૂરગ્રસ્ત 200 થી 300 મુસ્લિમ સમુદાયના લોકોને ખોરાક-પાણી અને આશરો ઉપલબ્ધ કરાવ્યો છે. પૂરગ્રસ્ત મુસ્લિમ સમુદાયના લોકોએ કહ્યું કે અગાઉ તેમને હેલિકોપ્ટરથી ખાવવાનું ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું હતું પરતું મંદિરમાં ગયા પછી હિન્દુ સમુદાયના લોકો તેમને ભોજન ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. સ્થાનિક હિન્દુ સમુદાયના લોકોએ લાઉડસ્પીકર પર પૂરગ્રસ્ત મુસ્લિમ સમુદાયના લોકોને આશરો ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર બ્લૂચિસ્તાનના કાછી જીલ્લામાં આવેલા જલાલ ખાન ગામમાં ઉંચાણવાળા વિસ્તારમાં આવેલું બાબા માધોદાસ મંદિર પૂરના પાણીથી સલામત છે અને આ વિક્ટના સમયમાં પૂરગ્રસ્ત લોકોને આશરો અને મદદ કરી રહ્યું છે.

ભારે વરસાદના કારણે નારી, બોલાન અને લહેરી નદીમાં પૂર આવતા ગામ પ્રાંતના અન્ય વિસ્તારોથી કપાઈ ગયું હતું. ગામના સ્થાનિક હિન્દુ સમુદાયના લોકોએ પૂરગ્રસ્ત લોકો માટે બાબા માધોદાસ મંદિરના દ્વાર ખોલયા હતા.

55 વર્ષીય રતન કુમાર આ મંદિરના ઈનચાર્જ છે. તેમણે કહ્યું કે મંદિરમાં 100થી વધુ રૂમ આવેલા છે અને દર વર્ષે સિંધ અને બ્લૂચિસ્તાનમાંથી લોકો અહીં પ્રાર્થના કરવા આવે છે.

Exit mobile version