Site icon Revoi.in

આત્મનિર્ભર ભારતઃ મંકીપોક્સના ટેસ્ટિંગ માટે સ્વદેશી બનાવટની RTPCR કીટનો કરાશે ઉપયોગ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે મંકીપોક્સ વાયરસે લોકોમાં ભય ફેલાવ્યો છે. દુનિયાના અનેક દેશમાં મંકીપોક્સ વાયરસના કેસ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને ભારતમાં પણ મંકીપોક્સના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જો કે, કોરોના બાદ હવે ભારતીય મેડિકલ ક્ષેત્રએ વધુ એક સફળતા હાંસલ કરી છે. આ વાયરસનો ટેસ્ટ કરવા માટે ભારતમાં આરટીપીસીઆર કીટ તૈયાર કરાઈ છે.

આંધ્રપ્રદેશના મેડટેક ઝોનમાં મંકીપોક્સ વાયરસના ટેસ્ટિંગ માટે સ્વદેશી બનાવટની પ્રથમ RT PCR કીટ લોન્ચ કરાઈ છે. ટ્રાન્સ એશિયા બાયો મેડિકલ્સ દ્વારા વિકસિત આ કિટને કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય કુમાર સૂદએ લોન્ચ કરી હતી. ટ્રાન્સ એશિયા એરબા મંકીપોક્સ આરટીપીસીઆર કિટ અત્યંત સંવેદનશીલ છતાં ઉપયોગમાં સરળ છે. ટ્રાન્સ એશિયાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ સુરેશ વઝિરાનીએ કહ્યું કે આ કીટની મદદથી ઈન્ફેક્શનની વહેલી ખબર પડી શકે છે.

ચેપી રોગોના સલાહકારે જણાવ્યું હતું કે, “મંકીપોક્સ એ મંકીપોક્સ વાયરસના ચેપને કારણે થતો દુર્લભ ઝૂનોટિક રોગ છે. મંકીપોક્સ વાયરસ પોક્સવિરિડે પરિવારનો છે, જેમાં ચિકનપોક્સ અને ચિકનપોક્સનું કારણ બને તેવા વાયરસનો પણ સમાવેશ થાય છે.