Site icon Revoi.in

શેરબજારમાં મોટું ગાબડું: સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 700 પોઈન્ટનો કડાકો

Sensex falls 2000 points, Nifty falls 700 points

Sensex falls 2000 points, Nifty falls 700 points

Social Share

મુંબઈ, 1 ફેબ્રુઆરી, 2026: બજેટની જાહેરાતો વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જ્યારે નિફ્ટી 700 પોઈન્ટ તૂટીને કારોબાર કરી રહ્યો છે. ખાસ કરીને કેપિટલ સેક્ટરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

નાણામંત્રીએ આજે રજૂ કરેલું 2026-2027નું અંદાજપત્ર શેરબજારને માફક આવ્યું હોય તેમ લાગતું નથી. અનેક ક્ષેત્રના શેરોમાં વેચવાલી થઈ રહી છે, પરિણામે બંને બજારમાં ગાબડું પડ્યું છે. છેલ્લે આ સમાચાર લખાય છે ત્યારે સેન્સેક્સમાં 1000 પોઈન્ટ અને નિફ્ટીમાં 350 પોઈન્ટનું ગાબડું પડેલું જોવા મળે છે.

શેરોમાં હાહાકાર: BSE અને Groww જેવા શેરોમાં ભારે વેચાણના કારણે ગભરાટ ફેલાયો છે.

મેટલ સેક્ટરમાં કડાકો: વેદાંતા, હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કોપર જેવા અગ્રણી શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

મહત્વના સ્તરો તૂટ્યા: નિફ્ટી અત્યારે 24,800 ની નીચે સરકી ગયો છે, જ્યારે સેન્સેક્સ 80,500 ની સપાટી તોડીને નીચે ટ્રેડ કરી રહ્યો છે.

બજેટમાં ટેક્સ અથવા અન્ય કોઈ જોગવાઈઓને લીધે રોકાણકારોમાં ફેલાયેલી ચિંતાને કારણે બજારમાં આ પ્રકારની ‘પેનિક સેલિંગ’ (ગભરાટમાં વેચવાલી) જોવા મળી રહી હોય તેમ જણાય છે.

આ પણ વાંચોઃ શાળાઓમાં તૈયાર થશે કોન્ટેન્ટ ક્રિએટર્સ, સરકારે કરી નવી યોજનાની જાહેરાત

Exit mobile version