Site icon Revoi.in

ધર્માંતર ટોળકીની જાળમાંથી બચી ગયેલા દલિત યુવકની મદદે આવ્યું સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશન

Seva Nyay Utthan Foundation

Seva Nyay Utthan Foundation

Social Share

ભોપાલ, 10 એપ્રિલ, 2026 –  મધ્ય પ્રદેશમાં સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશન દ્વારા અભિષેક ખટીકને ગૌરવભેર જીવન જીવવા માટે એક ઓટોરિક્ષા આપવામાં આવી છે. અભિષેક એક એવી સંસ્થામાંથી હેમખેમ બહાર આવ્યો હતો જેના સંચાલકો વિરુદ્ધ પાછળથી ગેરકાયદેસર ધર્માંતરણ માટે ગુનાઈત કેસ નોંધવામાં આવ્યા હતા. આ યુવક પાસે આવકનું કોઈ સાધન નહોતું અને પરિવારનો કોઈ ટેકો નહોતો, ત્યારે ધર્માંતર ટોળકીની જાળમાંથી મુક્તિના થોડા સમય બાદ જ તેને આ સહાય આપવામાં આવી છે.

અભિષેકને બાળપણમાં આ સંસ્થામાં રાખવામાં આવ્યો હતો અને તેણે ત્યાં ઘણા વર્ષો વિતાવ્યા હતા. સમય જતાં એવું બહાર આવ્યું કે આ સંસ્થા સામાજિક અને આર્થિક રીતે નબળા બાળકોને નિશાન બનાવીને પરાણે ધાર્મિક પરિવર્તન કરાવવાનું કામ કરતી હતી. આ પ્રવૃત્તિઓના સંદર્ભમાં એક ગુનાઈત કેસ નોંધવામાં આવ્યો છે અને હાલ આ બાબત ન્યાયાધીન છે.

આ પણ વાંચોઃ તો રાષ્ટ્રના શિક્ષણ ક્ષેત્ર ઉપર ગંભીર અસર પડશેઃ દેશના 51 વિદ્વાનોએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

સંસ્થા છોડ્યા પછી અભિષેકને આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરવો પડ્યો હતો. આવી પરિસ્થિતિ ઘણીવાર વ્યક્તિઓને ફરીથી દબાણ, શોષણ અથવા અસુરક્ષિત કામ તરફ ધકેલી દેતી હોય છે.

સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવેલી ઓટોરિક્ષા તેને આજીવિકાનો વ્યવહારુ વિકલ્પ મળ્યો છે, જેને આધારે તે હવે તેના સ્થાનિક વિસ્તારમાં સ્વતંત્ર રીતે કામ કરી શકશે. હવે આ રીક્ષા તેની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગઈ છે.

આજીવિકા સહાયની સાથે ગેરકાયદે ધાર્મિક ધર્માંતરણને લગતી બાબતોમાં યોગ્ય કાનૂની પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે કાનૂની સહાય પણ આપવામાં આવી છે.

શું છે સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશન?

સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશન સનાતન ધર્મના જતન માટે કાર્યરત છે જેના હેઠળ હિન્દુ સમાજની મહિલાઓ, દલિતો, વંચિતોને ગૌરવભેર જીવન જીવવામાં મદદ કરે છે. ધર્માંતરણ ટોળકીઓ દ્વારા ફસાવવામાં આવતા હિન્દુઓને બચાવવામાં સક્રિય ભૂમિકા ભજવે છે, લોભ-લાલચ-ધાકધમકીથી જેમણે ધર્માંતર કર્યા હોય પરંતુ સ્વેચ્છાએ સ્વધર્મમાં પરત આવવા માગતા હોય તેમને મદદ કરે છે. તે ઉપરાંત આ ફાઉન્ડેશનની સૌથી નોંધપાત્ર કામગીરી પાકિસ્તાનથી પરત આવેલા હિન્દુ પીડિતોને પુનઃસ્થાપનમાં મદદ કરવાનું છે.

Exit mobile version