Site icon Revoi.in

શાહરૂખ ખાનની પઠાણે બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ,1000 કરોડના ક્લબમાં સામેલ થનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની

Social Share

મુંબઈ:સુપરસ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ અભિનીત યશ રાજ ફિલ્મ્સની પઠાણ મંગળવારે વિશ્વભરમાં રૂ. 1,000 કરોડને પાર કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની છે.

યશ રાજ ફિલ્મ્સ (YRF) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, ‘પઠાણ’એ વિદેશમાં 377 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે ભારતમાં તેનું કુલ કલેક્શન 623 કરોડ રૂપિયા છે.

આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ છે.તેમાં શાહરૂખ ખાન ભારતીય ગુપ્તચર એજન્ટ તરીકે છે જે ભારતની રાજધાની પર આયોજિત આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવા માટે પાછો ફરે છે.