Site icon Revoi.in

શારુખની ફિલ્મ પઠાણની 13મા દિવસે પણ શાનદાર કમાણી – વધુ એક રેકોર્ડ તોડ્યો

Social Share

મુંબઈઃ- બોલિવૂડની ફિલ્મ પઠાણ ઘૂમ મચાવી રહી છે અભિનેતા શાહરુખખાનની આ ફિલ્મ વિવાદના વંટોળમાંથી પસાર થયા બાદ પર બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી કરવામાં અનેક રેકોર્ડ તોડી રહી છે ત્યારે સતત 13મા દિવસે પણ બોક્સ ઓફીસ પર સારુ પ્રદર્શન કર્યું છે.

આ ફિલ્મ રિલીઝના બે અઠવાડિયામાં બ્લોકબસ્ટર સાબિત થઈ છે.  કમાણીના મામલે ઘણા રેકોર્ડ બનાવનાર શાહરૂખ ખાનની ‘પઠાણ’એ રિલીઝના 13માં દિવસે બોક્સ ઓફિસ પર  કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું છે.રિલીઝના પહેલા દિવસે 55 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કરનાર ‘પઠાણ’એ શરૂઆતમાં  ધૂમ મચાલી હતી 12 દિવસમાં બોક્સ ઓફિસ પર 400 કરોડથી વધુની કમાણી કરનાર ‘પઠાણ’એ સફળતાની સીડી ચઢી છે.
એક રિપોર્ટ પ્રમાણે  ફિલ્મ ‘પઠાણ’એ તેની રિલીઝના 13માં દિવસે 9 કરોડનું શાનદાર કલેક્શન કર્યું છે. જો કે મહત્વની વાત એ છે કે  25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ‘પઠાણ’ હજુ પણ ડબલ ડિજિટમાં કમાણી કરી રહી છે, જે ખૂબ જ શાનદાર બાબત કહી શકાય જે એક રેકોર્ડ બને છે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કમાણીનો નવો ઈતિહાસ લખ્યો છે. અત્યાર સુધી ‘પઠાણ’એ કલેક્શનના  હિન્દી સિનેમાની ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. જેના કારણે ‘પઠાણ’નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 420 કરોડની નજીક પહોંચી ગયું છે. તે જ સમયે, પઠાણનું વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન 800 કરોડને પાર કરી ગયું છે.
આ સાથે જ  શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’એ KGF-2ની કમાણીનો આંકડો પાર કરી લીધો છે અને તેનું બીજા સપ્તાહનું નેટ કલેક્શન બુધવાર સુધીમાં 88-90 કરોડ રૂપિયાની આસપાસ પહોંચે તેવી શક્યતા છે. જો કે હબોક્સ ઓફીસ પર કમાણ ીઆમજ થતી રહેશે તો હિન્દી સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બવધુ કમાણી કરનારી ફિલ્મોમાં તેને સ્થાન મળી શકે છે.