વિશાખાપટ્ટનમ 29 જાન્યુઆરી 2026: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં ભારત ભલે 50 રને હારી ગયું હોય, પરંતુ ઓલરાઉન્ડર શિવમ દુબેએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. દુબેએ માત્ર 15 બોલમાં અડધી સદી પૂરી કરીને ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. તે ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે.
- ભારત માટે સૌથી ઝડપી T20I ફિફ્ટી (ટોપ-5 લિસ્ટ)
યુવરાજ સિંહ: 12 બોલ (વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 2007)
અભિષેક શર્મા: 14 બોલ (વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, આ જ સીરીઝ – ગુવાહાટી)
શિવમ દુબે: 15 બોલ (વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, 2026 – વિશાખાપટ્ટનમ)
હાર્દિક પંડ્યા:16 બોલ (વિરુદ્ધ સાઉથ આફ્રિકા, 2025 – અમદાવાદ)
અભિષેક શર્મા:17 બોલ (વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 2025 – વાનખેડે)
- એક જ ઓવરમાં 28 રન: રોહિત શર્માની કરી બરાબરી
શિવમ દુબેએ ન્યૂઝીલેન્ડના સ્પિનર ઈશ સોઢીની ઓવરને નિશાન બનાવી હતી. ઇનિંગની 12મી ઓવરમાં દુબેએ 2 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા ફટકારીને કુલ 28 રન લૂંટ્યા હતા. આ સાથે જ તે એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્માની સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિતે 2024માં મિચેલ સ્ટાર્કની ઓવરમાં 28 રન ફટકાર્યા હતા.
- એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય
યુવરાજ સિંહ: 36 રન (6 છગ્ગા વિ. સ્ટુઅર્ટ બ્રોડ, 2007)
સંજુ સેમસન: 30 રન (વિ. રિશાદ હુસૈન, 2024)
રોહિત શર્મા / શિવમ દુબે: 28 રન
આ પણ વાંચોઃ અજિત પવાર પંચતત્વમાં વિલીન: રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

