Site icon Revoi.in

અભ્યાસમાં પશુઓના દૂધને લઈને ચોંકાવનારો ખુલાસો – એન્ટિબાયોટિક દવાઓના અવષેશો વધતા આરોગ્ય માટે જોખમી બની શકે છે

Social Share

 

દિલ્હીઃ- સામાન્ય રીતે પશુોનું દૂધ ઘણી રીતે ઉપયોગી હોય છે જો કે દૂધમાંથી ઘણી દવાઓ પણ બનાવવામાં આવતી હોય છે, ત્યારે હવે પસુઓના દૂધ પર એક ખાસ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ઘણી સારી બાબતો સામે આવી છે.

આ અભ્યાસમાં ગાય અને ભેંસના દૂધમાં એન્ટિબાયોટિકના અવશેષો મળી આવ્યા છે. અત્યારે આ અવશેષો સહિષ્ણુતાની સીમા પર છે. જો તે ચોક્કસ મર્યાદાને ઓળંગે છે, તો  દૂધના સેવનથી  સ્વાસ્થ્ય સુધારવાને બદલે  સ્વાસ્થ્ય બગાડે છે. એટલે કે,આ અભ્સાય  ચિંતાજનક સ્થિતિ  દર્શાવે છે.

નિષ્ણાતોએ અભ્યાસ માટે કાચા અને પાશ્ચરાઇઝ્ડ દૂધના નમૂના એકત્ર કર્યા હતા. અભ્યાસ માટે એકત્રિત કરવામાં આવેલા ઓક્સીટેટ્રાસાયક્લાઇન અને એમોક્સિસિલિનના 1.7 અને 1.2 ટકા નમૂનાઓ સહનશીલતાની મર્યાદાને ઓળંગી ગયા હતા. એન્ટિબાયોટિક્સની અંદાજિત દૈનિક માત્રા સ્વીકાર્ય મર્યાદાથી ઓછી છે, પરંતુ વધુ પડતો ઉપયોગ ખતરનાક બની શકે છે. જર્નલ ઓફ ફૂડ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં આ અંગેનું એક સંશોધન પેપર પ્રકાશિત થયું છે.

આ મામલે ચૌધરી સરવણ કુમાર હિમાચલ પ્રદેશ કૃષિ યુનિવર્સિટી, પાલમપુરના વેટરનરી વિભાગ દ્વારા રાજ્યના ઘણા વિસ્તારોમાં એક અભ્યાસ કરવામાં આવ્યો, કરવામાં આવેલા અભ્યાસમાં આ  ચોંકાવનારો ખુલાસો થયો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ખેડૂતોએ પશુઓના ઉછેરમાં સુધારો કરવો પડશે. દૂધના લોભમાં અથવા બીમારી દરમિયાન પશુઓને વધુ પડતું ખવડાવવું મનુષ્ય માટે આગામી દિવસોમાં જોખમી  સાબિત થઈ શકે છે.

આ સંશોધન મુજબ, દૂધમાં રહેલા એન્ટિબાયોટિક અવશેષો ડેરી ઉદ્યોગની અર્થવ્યવસ્થા ઉપરાંત ગ્રાહકો માટે સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરે છે. 173 કાચા અને પાશ્ચરાઇઝ્ડ દૂધમાં એન્ટિબાયોટિક્સ ની હાજરી સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય જોખમોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં 8.1 અને 1.2 ટકા નમૂનાઓમાં ઓક્સીટેટ્રાસાયક્લિન અને એમોક્સિસિલિન બંને હતા. તેમાંથી 1.7 થી 1.2 ટકા સેમ્પલ સહિષ્ણુતાની મર્યાદા પાર કરી ગયા હતા.જો કે, સ્વાસ્થ્ય જોખમ મૂલ્યાંકન દર્શાવે છે કે દૂધ દ્વારા એન્ટિબાયોટિકનું અંદાજિત દૈનિક સેવન સ્વીકાર્ય દૈનિક સેવન કરતાં ઓછું હતું. નિષ્ણાતોએ ટિપ્પણી કરી હતી કે બાળકો માટે અનુમતિપાત્ર દૈનિક સેવન મર્યાદા 9 થી 21 ટકાની નીચે રાખવી જરૂરી છે.