Site icon Revoi.in

કર્ણાટક વિધાનસભા સંકુલમાં પાકિસ્તાન જીંદાબાદના સુત્રોચ્ચાર મામલે ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

Social Share

બેંગ્લુરુઃ કર્ણાટક વિધાનસભા સંકુલમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસના ઉમેદવારોના જીતને પગલે પાકિસ્તાન જીંદાબાદના સુત્રોચ્ચાર કરવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાનો વીડિયોના ફોરેન્સિંક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયાનું જાણવા મળે છે. આક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કર્ણાટક વિધાનસભા સંકુલમાં પાકિસ્તાન જીંદાબાદના સુત્રોચ્ચાર થયાં હતા.

મીડિયા રિપોર્ટએ સુત્રોના આધારે દાવો કર્યો હતો કે, કોંગ્રેસના ઉમેદવારની રાજ્યસભા ચૂંટણીમાં જીત દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં સુત્રોચ્ચાર થયાં હતા. ફોરેંસિક તજજ્ઞોએ આની પુષ્ટી કરી છે. રાજ્ય સરકારને સોંપવામાં આવેલા રિપોર્ટમાં વીડિયો અને ઓડિયો બંનેમાં પાકિસ્તાન સમર્થનમાં સુત્રોચ્ચારના ઉપસ્થિતિની પુષ્ટી કરી છે અને કહ્યું હતું કે, ફુટેજમાં કોઈ ફેરફાર થયા નથી.

હાવેરીના પોલીસ અધિક્ષક અંશુકુમારએ જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં પૂછપરછ માટે મોહમ્મદ શફીક નાશીપુડીની અટકાયત કરી છે. હાવેરી અધિક્ષકએ જણાવ્યું હતું કે, 27મી ફેબ્રુઆરીએ કર્ણાટક વિધાનસભા સંકુલમાં પાકિસ્તાનના સમર્થનમાં સુત્રોચ્ચાર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને સમગ્ર મામલે શંકાસ્પદ મોહમ્મદ શફીક નાશીપુડીની બેંગ્લુરુ પોલીસે અટકાયત કરી હતી.

સમગ્ર ઘટના તા. 27મી ફેબ્રુઆરીએ મોડી સાંજે સામે આવી હતી. કર્ણાટકમાં રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતા સૈયદ નસીર હુસૈનની જીતની ઉજવણી દરમિયાન અચાનક પાકિસ્તાન સમર્થનમાં સુત્રોચ્ચાર થયાં હતા. જેનો વીડિયો સામે આવતા ભાજપાએ હંગામો મચાવ્યો હતો. તેમજ ભાજપાના નેતાએ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમજ જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. સમગ્ર ઘટનાને લઈને નસીર હુસૈનએ જણાવ્યું હતું કે, ઉજવણી દરમિયાન પાકિસ્તાન જીંદાબાદના સુત્રોચ્ચાર થયા ન હતા. ભીડ નસીર હુસૈન જીંદાબાદના સુત્રોચ્ચાર કરતી હતી.