Site icon Revoi.in

વાહન ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો, દર 14 મિનિટમાં એક કારની ચોરી

Social Share

નવી દિલ્હીઃ ભરાતીય બજારમાં ચોરીની ઘટનાઓએ પાછલા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એક ડિજિટલ ઈન્શોરન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કાર ચોરીના મામલા વધી ગયા છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હીમાં ચોરીના મામલા દેશના બીજા શહેરોના તુલનામાં ખુબ વધારે રહ્યા છે. દેશમાં કાર ચોરીના 80 ટકા ખાલી દિલ્હીથી. ચોરીના મામલામાં 2.4 ગણા વધી ગઈ છે.

રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં વાહન ચોરીનું પ્રમાણ વધીને 37% થવાની ધારણા છે, કેમ કે ગયા વર્ષે દરરોજ સરેરાશ 105 કેસ નોંધાયા હતા. ચિંતાજનક બાબત એ છે કે દર 14 મિનિટે એક વાહન ચોરી થાય છે. ચેન્નાઈમાં વાહન ચોરીનો હિસ્સો 5%થી બમણો થઈને 10.5% થવાની ધારણા છે. બેંગલુરુમાં વાહન ચોરીનો હિસ્સો 9% થી વધીને 10.2% થયો છે. દેશમાં ચોરીના વાહનોની એસેસરીઝનું બજાર ઝડપથી વધી રહ્યું છે. જે પણ મોટી સમસ્યા બની રહી છે.

• કાર ચોરીથી બચાવવા માટે 3 જરૂરી ટિપ્સ

સ્ટીયરિંગ વ્હીલ લોક:- ટાયર લોકરની જેમ જ સ્ટીયરીંગ વ્હીલ લોકર પણ આસાનીથી બજારમાં ઉપલબ્ધ છે. ચોરોથી બચાવવા માટે આ એક જોરદાર પ્રોડક્ટ છે. સ્ટીયરીંગ વ્હીલ લોકર કારના સ્ટીયરીંગ વ્હીલને જામ કરી દે છે. જેના લીધે ચોર કારને લઈ જઈ શકતા નથી.

GPS ટ્રેકર:– તમારી કારમાં GPS ટ્રેકર જરૂર લગાવો. આને તમે એપની મદદથી તમારા સ્માર્ટફોનમાં ઈન્સટોલ કરી શકો છો. તેના દ્વારા તમે તમારી કારને ટ્રેક કરી શકો છો. જો કોઈ તમારી કાર ચોરી કરીને લઈ જાય તો પણ તમે નજર રાખી શકો છો.

કિસ સ્વિચ:- આ એક જબરજસ્ત ટેકનોલોજી છે. તેની સાથે એક વાયર જોડાયેલ છે. તે કારના એન્જિન અને ઇગ્નીશન વચ્ચે ઈંસ્ટોલ કરવામાં આવે છે. જ્યાં સુધી તેને બંધ ન કરવામાં આવે, તે કારની અંદરના ઇલેક્ટ્રિક ફંક્શનને બંધ કરી દે છે, જેના કારણે તમારી કાર શરૂ થઈ શકતી નથી.