Site icon Revoi.in

રાજ્યમાં ગાંધીનગર સહિત પાંચ શહેરોમાં સીરો સર્વેની કામગીરી હાથ ધરાશે

Social Share

અમદાવાદ :  રાજ્યમાં સીરો સર્વેના બીજા તબક્કાની કામગીરી ચાલુ કરવામાં આવશે. મોટે ભાગે ચાલુ મહિને જ આ કામગીરી હાથ ધરાશે તેમ લાગી રહ્યું છે. પાંચ મહાનગરો ગાંધીનગર, વડોદરા, ભાવનગર, જામનગર અને  રાજકોટ જિલ્લામાં સીરો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. અગાઉ સુરત મનપા સહિત છ જિલ્લામાં સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ગાંધીનગર શહેરમાં 100 કરતા વધુ કર્મચારી આ કામગીરીમાં જોડાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની બીજી લહેર બાદ હવે રાજ્યમાં બીજા તબક્કાની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. પાંચ મહાનગર પાલિકાઓ અને એક જિલ્લામાં ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયાથી કામગીરી ચાલુ થશે. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ અને મહાનગરોમાં કોરોનાની સ્થિતિ અને કેટલા લોકોમાં હર્ડ ઇમ્યુનિટી થઈ તે જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સીરો સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં સુરત મહાનગર સહિતના પાંચ જિલ્લામાં યોજાયેલા સર્વેમાં 75 ટકા રેટ નોંધાયો હતો. જેની સામે હવે બીજા તબક્કામાં ગાંધીનગર મનપા અને ગાંધીનગર જિલ્લો, વડોદરા, રાજકોટ,  ભાવનગર અને જામનગર મહાનગરમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. અત્યારે મોટા ભાગના મહાનગરમાં સ્ટાફને તાલીમ અને કેવી રીતે કામગીરી કરવી તે અંગેની માહિતી આપવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. ત્યારબાદ બ્લડ સેમ્પલ લેવા વગેરેની કામગીરી શરૂ કરવામાં આવશે.