Site icon Revoi.in

ગુજરાતમાં અત્યાર સુધી 1500થી વધારે પોલીસ કર્મચારીઓને લાગ્યું કોરોનાનું સંક્રમણ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની ઝપટે આરોગ્ય કર્મચારીઓ અનો કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ આવી રહ્યાં છે. ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં 1500થી વધારે પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં છે. બીજી તરફ સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે.

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરમાં અત્યારે 1500 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સંક્રમિત થયાં છે. જો કે, બીજી તરફ રાજ્યના પોલીસ કર્મચારીઓને કોરોનાની રસીથી સલામત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1.57 લાખથી વધારે કર્મચારીઓને બંને ડોઝ આપી દેવામાં આવ્યાં છે. એટલું જ નહીં 35 હજારથી વધારે પોલીસ કર્મચારીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત ના થાય તે દિશામાં પણ કામગીરી કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની જેલોમાં પણ કોરોનાનું સંક્રમણ પહોંચ્યું છે. અમદાવાદની સાબમરીત જેલમાં પણ કેટલાક કેદીઓ કોરોના સંક્રમિત થયાં છે. આ ઉપરાંત ડીસા સબજેલમાં પણ 15 જેટલા કેદીઓને સંક્રમણ લાગ્યું હતું. જેલમાં બંધ કેદીઓને કોરોનાની યોગ્ય સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

(PHOTO-FILE)

Exit mobile version