Site icon Revoi.in

તો આ છે દેશના એવા રેલવે સ્ટેશન,જેનું નામ જ નથી

Social Share

ભારત વિશ્વના એ 5 દેશોમાં આવે છે જ્યાં રેલવે નેટવર્ક સૌથી વધારે હોય. ભારતમાં આઝાદી પહેલા અને આઝાદી પછી પણ રેલવેનું ખુબ મહત્વ રહ્યું છે, લોકો દ્વારા રેલવેમાં હજારો કિલોમીટરની મુસાફરી કરવામાં આવે છે પણ દેશમાં કેટલાક રેલવે સ્ટેશન એવા પણ છે કે જેના કોઈ નામ જ નથી.આ વાત સાચી છે કે હા દેશમાં કેટલાક રેલવે સ્ટેશન માત્ર રેલવે સ્ટેશન છે તેના કોઈ નામ નથી.

દેશમાં એવા બે રેલવે સ્ટેશન છે, જેનાં નામ નથી. એક સ્ટેશન પશ્ચિમ બંગાળમાં છે અને બીજું ઝારખંડમાં છે. પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં બાંકુરા-મૈસગ્રામ રેલવે લાઇન પર એક સ્ટેશન છે અને અન્ય રેલવે સ્ટેશન ઝારખંડના રાંચી-ટોરી રેલવે વિભાગ પર સ્થિત છે

રાંચી રેલવે સ્ટેશનથી ઝારખંડના ટોરી જતી રેલ લાઈન પર આવેલા આ રેલ્વે સ્ટેશનનું કોઈ નામ નથી. વર્ષ 2011માં આ સ્ટેશનથી ટ્રેનનું સંચાલન શરૂ થયું હતું. તે સમય દરમિયાન રેલવે આ સ્ટેશનને બડકીચાંપી નામ આપવા માંગતી હતી. પરંતુ કમલે ગામના લોકોએ આ નામ સામે વાંધો ઉઠાવ્યો અને વિરોધ શરૂ કર્યો. કમલેના ગ્રામજનોનું કહેવું છે કે ગામના લોકોએ આ રેલવે સ્ટેશન માટે જમીન આપી હતી. એટલું જ નહીં, આ સ્ટેશનના બાંધકામ દરમિયાન તેના ગ્રામજનોએ મજૂર તરીકે કામ કર્યું હતું. આથી આ સ્ટેશનનું નામ કમલે હોવું જોઈએ.

પશ્ચિમ બંગાળના બર્ધમાન ટાઉનથી 35 કિમી દૂર બાંકુરા-મૈસગ્રામ રેલ લાઇન પર વર્ષ 2008માં એક રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેશનની રચના પછી, તેના નામ અંગે વિવાદ શરૂ થયો હતો. મળતી માહિતી અનુસાર, આ રેલવે સ્ટેશનનું નામ અગાઉ રૈનાગઢ હતું, પરંતુ રૈના ગામના લોકોને આ નામ પસંદ નહોતું. ગામના લોકોએ આ નામ પર વાંધો ઉઠાવ્યો. રૈના ગામના લોકોએ આ બાબતે રેલવે બોર્ડને ફરિયાદ કરી હતી.