Site icon Revoi.in

શ્રીલંકામાં કર્ફ્યુ બાદ હવે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ : FB, Twitter અને WhatsApp સેવા બંધ

Social Share

દિલ્હી:શ્રીલંકામાં સ્થિતિ ખૂબ જ વણસી રહી છે.કર્ફ્યુ લાદ્યા બાદ હવે ત્યાંની સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રવિવારથી શ્રીલંકામાં ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ   સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેવા બંધ કરી દેવામાં આવ્યા છે.આજે આખા દેશમાં અલગ-અલગ જગ્યા પર પ્રદર્શન થવાના છે.

શ્રીલંકાની આર્થિક દુર્દશાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, કોલંબોમાં 13-13 કલાકના પાવર કટથી પીડિત લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે.લોકો પાસે ખાવા-પીવાનું નથી.લોકો હિંસક પ્રદર્શન કરી રહ્યા છે.

સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે,રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ 1 એપ્રિલથી દેશમાં ઈમરજન્સી લાદી દીધી છે.શ્રીલંકાના રાષ્ટ્રપતિના કાર્યાલયથી જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે,દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ચાલુ રાખવા માટે આવું કરવું જરૂરી બની ગયું છે.