Site icon Revoi.in

સાઉથ સુપર સ્ટાર રજનિકાંતે પૂર્વ સીએમ અખિલેશ યાદવ સાથે કરી મુલાકાત – કહ્યું ‘અમે મિત્ર છે ફોન પર વાત થતી રહેતી હોય ‘

Social Share

 

લખનો – તાજેતરમાં સાઉથ અભિનેતા રજનિકાંતની ફિલ્મ જેલર રિલીઝ થઈ છે આ ફિલ્મને દર્શકો તરફ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે હાલ અભિનેતા ઉત્તરપ્રદેશની મુલાકાતે છે જ્યા તેમણે સીએમ યોગી સાથે મુલાકાત કર્યા બાદ હવે રાજ્યના પૂર્વ સીએમ અખિલેશ યાદવ સાથે પણ ખાસ મુલાકાત કરી હોવાની માહિતી સામે આવી રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત તેમની ફિલ્મ જેલરની સફળતા બાદ આ દિવસોમાં યુપીના પ્રવાસે છે. થલાઈવા અભિનેતા યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને તેમના ઘરે મળ્યા હતા. આ પછી તેઓ અયોધ્યા જવા રવાના થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રજનીકાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ મળ્યા હતા. અખિલેશને મળ્યા બાદ રજનીકાંતે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે સીએમ યોગી સાથેની તેમની મુલાકાતને ખૂબ સારી ગણાવી છે.

મીડિયા સાથે વાત કરતા રજનીકાંતે કહ્યું- ‘હું 9 વર્ષ પહેલા અખિલેશ યાદવને મુંબઈમાં એક કાર્યક્રમમાં મળ્યો હતો અને ત્યારથી અમે મિત્રો છીએ, અમે ફોન પર વાત કરીએ છીએ. 5 વર્ષ પહેલા જ્યારે હું અહીં શૂટિંગ માટે આવ્યો હતો, પરંતુ હું તેને મળી શક્યો નહોતો, હવે તે અહીં છે એટલે હું તેને મળ્યો છું.

બીજી બાજુ, રજનીકાંત માયાવતીને પણ મળશે કે કેમ તે પ્રશ્ન પર, થલાઇવા અભિનેતાએ ઇનકાર કર્યો હતો. અખિલેશ યાદવે પોસ્ટ કર્યું સાઉથ સુપરસ્ટાર રજનીકાંતને મળ્યા બાદ અખિલેશ યાદવે મીટિંગનો ફોટો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

આ સાથે જ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતને મળ્યા બાદ અખિલેશ યાદવે મીટિંગનો ફોટો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ સાથે પૂર્વ સીએમએ લખ્યું- ‘જ્યારે દિલ મળે છે, લોકો ગળે મળે છે. મૈસૂરમાં મારા એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન રજનીકાંતને પડદા પર જોઈને મને જે ખુશી થતી હતી તે હજુ પણ અકબંધ છે.

Exit mobile version