Site icon Revoi.in

સ્પેશિયલ ઓલિમ્પિક્સઃ ગુજરાતના મનોદિવ્યાંગ ખેલાડીએ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો

Social Share

અમદાવાદઃ કહેવાય છે કે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આ કહેવતને મહિસાગર જિલ્લાના મનોદિવ્યાંગ દ્વારા સાર્થક કરવામાં આવી છે. આ યુવકે મનોદિવ્યાંગ રમતવીરે રાષ્ટ્રીય કક્ષાએ પાવર લીફટીંગની રમતમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવી મહીસાગર જિલ્લા અને પરિવારનું નામ રોશન કર્યુ છે.

મહિસાગર જિલ્લાના દેગમડા ગામના શૈલેષ મોહનભાઇ પગીએ ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા આયોજિત પાવર લીફટીંગ સ્પર્ધાની અલગ અલગ ત્રણ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. યુવકે 3 ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે આ 3 ઈવેન્ટ્સ પૈકી શૈલેષે પાવર લીફટિંગ બેન્ચ પ્રેસ પ્રતોગિતામાં ગોલ્ડ મેડલ અને ડેડલીફટ પ્રતિયોગિતામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેની સાથે સ્વોટ પ્રતિયોગિતામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.

મહિસાગર જિલ્લા સહિત દેગમડા ગામમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તે સહિત જિલ્લાના મનોદિવ્યાંગ રમતવીરને શુભેચ્છા પાઠવવાના પ્રસંગે કલેકટર કચેરી ખાતે પ્રોબેશનલ આઈએએસ અધિકારી મહેંક જૈન, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી સહીત  સ્પેશ્યલ ઓલિમ્પિક્સ મહીસાગર જિલ્લાના સ્પોર્ટસ ડાયરેકટર, જી & ડી મેનેજર સ્પેશિયલ એજ્યુકેટર ઉપસ્થિત રહ્યા હતા.